Headlines

જેલમાંથી છૂટેલો પાકો કેદી ફરાર



​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર


​રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયેલો એક પાકો કેદી નિર્ધારિત સમયે હાજર ન થઈ ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આરોપી મહેશ ઉર્ફે બબી મનસુખભાઈ ડાભી (રહે. ધરમપુર પાટીયા, વણકરવાસ, પોરબંદર, ઉંમર વર્ષ: ૩૪) ને નામદાર હાઈકોર્ટના આદેશથી જામીન આપવામાં આવ્યા હતા. તેને ૧૪/૦૪/૨૦૨૬ ના રોજ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થતા જેલર દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
​ઉદ્યોગનગર પોલીસના એક અહેવાલ અનુસાર, આ કેદી સામે અગાઉના ગુના બદલ સજા ચાલુ હતી અને હાઈકોર્ટની રાહત બાદ તે ફરાર થઈ ગયો છે. પોલીસે હવે આ કેદીને પકડી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે. જેલ મુક્તિના નિયમોનો ભંગ કરવા બદલ તેની સામે કાયદેસરની નવી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *