Headlines

૮ મી મે વિશ્વ રેડ ક્રોસ ડે નિમિતે વિવિધ જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું


દરરોજ અલગ અલગ જનસેવા ના કાર્યો દ્વારા રેડક્રોસ ભાવનગર દ્વારા ઉજવણી કરાશે

      ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા જનસેવા ના ભાગરૂપે આગામી 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે વિવિધ કેમ્પ અને કાર્યક્રમો નું આયોજન કરવા માં આવ્યું છે. દર્દી ઓ માટે દાતાઓ ની મદદ થી ચાલતી સેવાઓ થકી રેડક્રોસ ભાવનગર કુલ 44 જેટલી આરોગ્ય સેવાઓ ચલાવે છે અને જરૂરીયાતમંદ અને મધ્યમવર્ગ ના પરિવારો માટે આશીર્વાદરૂપ સેવાઓ આપી રહ્યું છે. આ વર્ષે રેડક્રોસ દિવસ 2026 નિમિત્તે ની થીમ માનવતામાં એકતા વિષય ને ધ્યાન માં રાખી ને વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવા માં આવેલ છે.



       રેડક્રોસ દિવસ નિમિત્તે યોજાયેલ વિવિધ કાર્યક્રમો માં તા.3 ના રોજ અલંગ ઓટો એન્ડ એન્જી. વર્ક્સ કંપની સાથે અલંગ ખાતે કામદારો માટે મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. તા.4 મે  ના રોજ વિનામૂલ્યે હિમોગ્લોબીન તપાસ અને રક્તદાન શિબિર ચક્ષુદાન દેહદાન અને અંગદાન સંકલ્પપત્ર ભરવા નું આયોજન જવાહર મેદાન આનંદ મેળા માં કરવા માં આવ્યું હતું, જે હજુ પણ દરરોજ ચલાવવા માં આવશે. તા.5 ના રોજ અલંગ ખાતે ફેકટરી ના કામદારો માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ તથા પ્રાથમિક સારવાર તાલીમ     અલંગ શીપ યાર્ડ,અલંગ

ખાતે યોજાશે. તા.6 મે ના રોજ થેલેસેમિયા,કેન્સર,હિમોફિલિયા, કીડની ના દર્દી અને બાળકો માટે આનંદ મેળામાં મનોરંજન કાર્યક્રમ સાંજે 6 થી 9 સુધી જવાહર મેદાન, ભાવનગર ખાતે યોજાશે.તા.7 મે જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ તથા દાતના રોગ નું નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન સવારે 10 થી 12 દરમ્યાન રેડ ક્રોસ ભવન, દિવાનપરા, ભાવનગર ખાતે રાખેલ છે.આ ઉપરાંત 7 મે ના રોજ સાંજે 5.30 થી 7.30 મેન્ટલ હેલ્થ કાર્યક્રમ અંતર્ગત માનસિક સ્વાસ્થ્ય માટે તમામ ભાઈઓ, બહેનો, વૃદ્ધો અને બાળકો માટે વિવિધ રમત ગમત અને ઈનામો આપવા નો કાર્યક્રમ જોગર્સપાર્ક, આતાભાઈ ચોક,ભાવનગર ખાતે યોજાશે.
તા.8 મે વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે વિવિધ જનસેવા ના કાર્યો કરવા માં આવશે જેના ભાગરૂપે રેડક્રોસ બ્લડ બેન્ક, દિવાનપરા રોડ ભાવનગર ખાતે સવારે 9 થી રાત્રે 9 દરમ્યાન રક્તદાન શિબિર નું આયોજન દર્દીઓ ને સામે જમા કર્યા વગર રક્ત આપી શકાય તે હેતુ થી કરવા માં આવ્યું છે. સવારે 10:30 કલાકે રેડક્રોસ ફ્લેગ હોસ્ટીંગ તથા મેડીકલ તપાસ કેમ્પ તેમજ ફિજીયોથેરાપી સારવાર અને નિદાન કેમ્પ નું આયોજન કરવા માં આવેલ છે. તેમજ હિટવેવ ની અસર ના પગલે છાશ વિતરણ નું આયોજન પણ કરવા માં આવેલ છે.
તા.8 મે ના રોજ વિશ્વ થેલેસીમિયા દિવસ પણ હોય સવારે 10 થી સાંજે 6 દરમ્યાન રેડક્રોસ ખાતે ૧૮ થી ૨૫ વર્ષના અપરણિત યુવક તથા યુવતીઓ માટે માત્ર 100 રૂ ના રાહતદરે થેલેસેમિયા તપાસ કેમ્પ નું આયોજન કરવા માં આવેલ છે. સાથે થેલેસીમિયા મેજર રોગ થી પીડાતા બાળકો માટે સવારે 11 થી 2 દરમ્યાન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવા માં આવેલ છે.
આ દરેક પવિત્ર માનવતાના કાર્યોમાં સૌને જોડાવા અને સહભાગી બનવા રેડક્રોસ દ્વારા અનુરોધ કરવા માં આવેલ છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *