Headlines

ભાવનગરની સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં બટુક ભોજન અને માટીના માળા-કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાશે


ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર


ભાવનગરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલી સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી ખાતે રવિવારે સાંજે ૬:૩૦ કલાકે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સોસાયટીમાં આવેલા સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરે બાળકો માટે બટુક ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો છે. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પક્ષીઓની સેવાના હેતુથી કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે.
આ અંતર્ગત મંદિરે આવતા જીવદયા પ્રેમીઓને ચકલીઓના નિવાસસ્થાન માટે માટીના ૧૦૦ માળા અને ૧૦૦ પાણીના કુંડાનું તદ્દન નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ સેવાકીય કાર્યક્રમ સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી ચાલશે. ટ્રસ્ટ દ્વારા તમામ જરૂરિયાતમંદો અને જીવદયા પ્રેમીઓને સમયસર ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૯૪૨૬૨૬૧૫૦૦ અથવા ઇમેઇલ kailashct111@gmail.com પર સંપર્ક કરી શકાશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *