Headlines

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર ખાતે એસ ટી નિગમ ની ભરતીઓ ના સંદર્ભે પ્રાથમિક સારવાર ના વર્ગો કરાશે


એસ ટી નિગમ માં  આગામી સમયમાં સરકારશ્રી ની 2263 ડ્રાઈવર, 4485 કંડકટર સહિત ની મોટાપાયે ભરતી ની તારીખો ટૂંક સમય માં જાહેર થનાર હોય જેના અનુસંધાને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર, દિવાનપરા રોડ, બાર્ટન લાઈબ્રેરી સામે, ભાવનગર ખાતે પ્રાથમિક સારવાર વર્ગ નું આયોજન કરાયું છે. આ ભરતી અંગે આરટીઓ બેઝ લાઇસન્સ મેળવવા માટે જરૂરી પ્રાથમિક સારવાર તાલીમ માં પ્રવેશ આપવા ની કાર્યવાહી શરૂ કરવા માં આવી છે.
   આ વર્ગ માં પ્રવેશ વહેલા તે પહેલાં ના ધોરણે મેળવવા નો રહેશે હાલ નામ નોંધાવી વર્ગ ની તારીખ મેળવી લેવી , પ્રવેશ ફોર્મ મેળવવા માટે રેડક્રોસ ભાવનગર ખાતે સોમ થી શનિવારે સવારે 9.30 થી સાંજે 7 દરમ્યાન આવવા નું રહેશે.

ફોર્મ ભરવા માટે છેલ્લા અભ્યાસ ની માર્કશીટ ની કોપી, આધારકાર્ડ ની કોપી, અને જન્મ તારીખ ના આધાર વાળું કોઈપણ દસ્તાવેજ સાથે લાવવું. પ્રવેશ લેવા માટે કોઈપણ વ્યક્તિ આવી ને પ્રવેશ ફોર્મ ભરી , જરૂરી ફી ભરી પ્રવેશ કનફર્મ કરાવી શકે છે. પ્રવેશ બાદ પ્રાથમિક સારવાર ની તાલીમ 8 દિવસ દરરોજ 2 કલાક લેવા ની રહે છે. ભરતી ની તારીખ જાહેર થાય તે પહેલાં જ વર્ગ કરી લેવા જેથી કરીને પાછળ થી વર્ગ માં વેઇટિંગ ન રહે અને સમયસર ભરતી નું ફોર્મ ભરી શકો.પ્રાથમિક સારવાર ના વર્ગો એ અન્ય નોકરી અભ્યાસ કરતા કરતા પણ કરી શકો તે માટે અલગ અલગ સમયે વર્ગો નું આયોજન કરવા માં આવેલ છે.
વર્ગ પૂરો થયે થી પ્રોવિઝનલ પ્રમાણપત્ર આપવા માં આવશે અને જે ભરતી માં રજૂ કરી ભરતી માં ભાગ લઈ શકશો, ત્યાર બાદ ફાઇનલ દિલ્હી થી પ્રમાણપત્ર આપવા માં આવશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *