ધ ગ્રેટ વર્લ્ડ, બેંગકોક
થાઈલેન્ડ પ્રશાસન દ્વારા પ્રવાસન અને આંતરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાના હેતુથી એક અત્યંત મોટો અને આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. થાઈલેન્ડ સરકારે ભારત સહિત વિશ્વના કુલ 93 દેશો માટે કાર્યરત ખાસ ‘વિઝા સ્કીમ’ અને અગાઉ અપાતી કેટલીક છૂટછાટોને તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. અત્યાર સુધી આ યોજના હેઠળ આવતા દેશોના નાગરિકો માટે થાઈલેન્ડમાં પ્રવેશ પ્રક્રિયા ખૂબ જ સરળ અને આકર્ષક હતી, જેના લીધે પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ નીતિનો duryupayog કરીને ગેરકાયદેસર વસવાટ અને આર્થિક ગુનાખોરી વધતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આથી, દેશની સુરક્ષા અને વિઝા નિયમોના કડક અમલીકરણ માટે સરકારે આ યોજના સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. આ અચાનક લેવાયેલા પગલાના કારણે થાઈલેન્ડ જવા ઈચ્છતા હજારો ભારતીય પ્રવાસીઓ અને વ્યાપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હવેથી ભારતીય નાગરિકોએ થાઈલેન્ડની મુલાકાત લેવા માટે સામાન્ય અને નિયમિત વિઝા પ્રક્રિયામાંથી પસાર થવું પડશે તેમજ કડક દસ્તાવેજી ચકાસણીનો સામનો કરવો પડશે.
