Headlines

ભાવનગર તાલુકા પંચાયતના નવા પ્રમુખની વરણી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ: પ્રમુખ પદ માટે રેસ તેજ


​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર

ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી નવા પ્રમુખની વરણી માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ મકવાણા અને પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયાની સીધી દેખરેખ હેઠળ આજે જિલ્લા ભાજપ કાર્યાલય ‘સંસ્કાર મંડળ’ ખાતે તાલુકા પંચાયતના સદસ્યોની સેન્સ લેવાની પ્રક્રિયા સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવી છે. આ બેઠકમાં ભાવનગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ અને મહામંત્રી પ્રતાપભાઈ ડાભી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રમુખ પદ માટે ભાજપના મોવડી મંડળ સમક્ષ મુખ્ય ત્રણ નામોની પેનલ મોકલવામાં આવી છે. આંતરિક લોબિંગ અને જ્ઞાતિગત સમીકરણોને જોતાં, નવા પ્રમુખ તરીકે શિહોર તરફના વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર સદસ્ય ભીખુભાઈ ધાંધલ્યા અથવા કોબડી સીટના ચૂંટાયેલા પ્રતિનિધિ મનહરબા ગોહિલનું નામ મોખરે ચાલી રહ્યું છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના આખરી આદેશ બાદ આગામી બે દિવસમાં ‘મેન્ડેટ’ જાહેર કરવામાં આવશે, જેને પગલે પંચાયતના સદસ્યોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *