Headlines

તાલુકા પંચાયત પ્રમુખની રેસમાંથી બાકાત થતાં નારાજ જૂથ સક્રિય: સિનિયર સદસ્ય ઘનશ્યામભાઈ જાડેજાએ બોલાવી ખાનગી બેઠક


​ધ ગ્રેટ વર્લ્ડ, રૂવા/ભાવનગર

ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ પદની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ત્યારે શાસક પક્ષમાં આંતરિક અસંતોષના ભણકારા વાગી રહ્યા છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન પોતાનું નામ પેનલમાંથી કપાઈ જતાં નારાજ થયેલા રૂવા બેઠકના સિનિયર સદસ્ય ઘનશ્યામભાઈ જાડેજાએ ગઈકાલે રાત્રે તખ્તેશ્વર નજીક આવેલી એક ખાનગી હોટેલમાં પોતાના સમર્થક ૬ સદસ્યો સાથે ગુપ્ત બેઠક યોજી હોવાના અહેવાલોથી રાજકીય ગરમાવો આવી ગયો છે. આ બેઠકમાં ભાવનગર ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર બળવંતભાઈ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નારાજ જૂથનું કહેવું છે કે પક્ષના વફાદાર અને સિનિયર સદસ્યોની અવગણના કરીને લોકલ નેતાઓ પોતાના માનીતા જુનિયર સદસ્યને પ્રમુખની ખુરશી પર બેસાડવા માંગે છે. આ આંતરિક અસંતોષને ડામવા માટે જિલ્લા ભાજપ સંગઠન મંત્રી અલ્પેશભાઈ ઢોલરિયા સક્રિય થયા છે અને તેમણે ઘનશ્યામભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પક્ષના શિસ્તનું પાલન કરવા અને કોઈ આડું પગલું ન ભરવા સમજાવટના પ્રયાસો હાથ ધર્યા છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *