રાજકોટ તા. ૦૯ જાન્યુઆરી
રાજકોટના જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કોટડા સાંગાણી ખાતે થનાર છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રાંત-૨ અધિકારી સુશ્રી મહેક જૈનની અધ્યક્ષતામાં ૨૬મી જાન્યુઆરીની ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રાંત-૨ કચેરી ખાતે યોજાયેલી પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આસિ. કલેક્ટર સુશ્રી મહેક જૈને વિવિધ વિભાગવાર તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેમાં સ્થળની સ્વચ્છતાથી લઈને, ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી ક્યાં સુધી પહોંચી છે તેની વિગતો જાણી હતી. આ સાથે તેમણે વિભાગોને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.