Saturday June 21, 2025

ખંભાળિયામાં વાર્તા સ્પર્ધા યોજાઈ: વિજેતાઓને કરાયા પુરસ્કૃત

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૫

    ખંભાળિયાના બી.આર.સી. ભવન આયોજિત વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિપુણ ભારત અંતર્ગત કરવામાં આવેલા આ આયોજનમાં ફાઉન્ડેશન સ્ટેજ, પ્રીપેટરી સ્ટેજ અને મિડલ સ્ટેજ અંતર્ગત વાર્તા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં તાલુકાના 21 ક્લસ્ટરમાંથી પ્રથમ નંબર મેળવનારા તમામ વિદ્યાર્થીઓ ભાગ લેવા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મિડલ સ્ટેજ વાર્તા નિર્માણ સ્પર્ધામાં ભાડથર કન્યા શાળાની વિદ્યાર્થીની ઈચ્છા ખીમાભાઈ ચાવડાએ પ્રથમ નંબર, અવેડા વાડી પ્રાથ. શાળામાંથી ધ્રુવ વિજયભાઈ કણઝારીયા બીજા નંબરે રહ્યા હતા.
  પ્રેપેટરી સ્ટેજ - વાર્તા કથનમાં ભાડથર વાડી શાળા- 4 ના વિદ્યાર્થી સચિન આલાભાઈ આવસુરા પ્રથમ નંબરે રહ્યા હતા.
  ખંભાળિયા તાલુકાના બી.આર.સી. પી.એસ. રાણા દ્વારા ભાગ લેનાર અને પ્રથમ દ્વિતીય તૃતીય નંબર મેળવનારને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top