ઓખા મંડળમાં ઓપરેશન ડિમોલિશનના ત્રીજા દિવસે ધાર્મિક દબાણ દૂર કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૫

   દેવભૂમિ દ્વારકા જિલ્લા સરકારી તંત્ર દ્વારા શનિવારથી શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં બેટ દ્વારકાના બાલાપર વિસ્તાર બાદ આજરોજ સોમવારે ત્રીજા દિવસે જારી રાખવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશમાં ઓખા પોર્ટ વિસ્તારમાં આવેલી સરકારી જગ્યા પર રહેલું એક ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
     આ સમગ્ર કાર્યવાહીમાં જિલ્લા રેવન્યુ તથા પોલીસ તંત્ર દ્વારા સજ્જડ બંદોબસ્ત તેમજ સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. ધર્મના નામે દેશભરમાં અને રાજ્યભરમાં વ્યાપક પ્રમાણમાં ગેરકાનૂની પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે હવે તંત્ર ધર્મ ના નામ પર થઈ રહેલા ધતિંગને પણ ચલાવી લેવા તૈયાર નથી. એક પ્રમાણિક ઓફિસર સારા ઈરાદા વાળી સરકાર ઘણા જ સારા કાર્યો કરી શકે છે તેનું ઉદાહરણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તંત્રએ પૂરું પાડ્યું છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *