Saturday June 21, 2025

ખંભાળિયામાં યુવાન પર બાઈક ચડાવવાનો પ્રયાસ: મારી નાખવાની ધમકી સબબ 3 સામે એફઆઇઆર

જામ ખંભાળિયા
ખંભાળિયા નજીકના હર્ષદપુર વિસ્તારમાં રહેતા અને ગેરેજ કામ કરતા મયંકભાઈ ડાયાભાઈ નકુમ નામના 26 વર્ષના યુવાન મંગળવારે મકરસંક્રાંતિના દિવસે પોતાના મોટરસાયકલ પર બેસીને ખંભાળિયામાં રહેતા તેના ફઈબા ના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં પહોંચતા અહીં ત્રિપલ સવારીમાં આવેલા કિશન ઉર્ફે પાંચો કાનજીભાઈ બગડા (રહે. ખોડીયાર ચોક), સચિન કરમણભાઈ ચોપડા અને અન્ય એક અજાણ્યા શખ્સ સાથેના ત્રીપલ સવારી મોટરસાયકલ પરના આ શખ્સોએ ફરિયાદી મયંકભાઈ ઉપર મોટરસાયકલ ચડાવવાની કોશિશ કરી હતી.
જેથી મયંકભાઈએ મોટરસાયકલ ઉભી રાખીને સમજાવવા જતા આરોપીઓએ તેમને બીભત્સ ગાળો કાઢી, લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આમ, ત્રણેય આરોપીઓ એકસંપ કરી, તેમને ગાળો ભાંડી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જે અંગે પોલીસે એક અજાણ્યા સહિત ત્રણે આરોપીઓ સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, બે આરોપીઓને ઝડપી લીધા છે. આગળની તપાસ કોન્સ્ટેબલ એલ.વી. જાદવ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top