લાંબા ગામના યુવાન ઉપર પાઈપ વડે હુમલો: બે સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૫

    કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા લગધીરભાઈ રામાભાઈ ચાવડા નામના 40 વર્ષના યુવાન આ જ ગામના ભીમશી ઉર્ફે રમેશ રણમલભાઈ ગોરીયા નામના 22 વર્ષના યુવાનને કોઈ બાબતે સમજાવવા જતા આનાથી ઉશ્કેરાયેલા આરોપી ભીમશી ઉર્ફે રમેશ અને તેના પિતા રણમલ જીવાભાઈ ગોરીયા દ્વારા તેમના પર લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરવામાં આવતા તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે પિતા-પુત્ર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *