જામનગર
સિક્કા પોલીસ પોલીસ સ્ટાફના માણસો ગત રાત્રીના ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા સિક્કા મુંગણી ગામમાં આવતા ખાનગી રાહે હકિકત મળેલ કે ગાત્રાળ માતા તથા ખોડીયાર માતાજી ના મંદીર પાસે રહેતા યુવરાજસિંહ કીરીટીંહ દેદા (રહે-મુંગણી ગામ ગાત્રાળ માતા તથા ખોડીયાર માતાજી ના મંદીર પાસે તા.જી. જામનગર) તેમના ઘરની બહાર બાવળની ઝાડીમાં ઇંગ્લીશ દારૂ ની પેટી રાખેલ છે, જેથી હકીકત વાળી જગ્યાએ દુરથી ખાત્રી કરતા પોલીસને જોઈ યુવરાજસિંહ કીરીટર્સીહ દેદા નાશી ગયેલ અને આરોપીના ઘરની સામે બાવળની જાળીમાં ત્રણ બોકસ (બોટલ નંગ-૩૬) ની કિ.રૂ.૧૯૦૭૪/- ગણી પોલીસે કબ્જે કરેલ છે. આરોપી યુવરાજ સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ થતાં હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત ગાંભવાએ તપાસ હાથ ધરી છે. હમણાં હમણાં સિક્કા પોલીસના એવા સિક્કા પડે છે કે ગુનેગારો પોલીસને જોઈને જ ભાગવા લાગે છે. આ કેસમાં ધાક જમાવવા મામલે પોલીસને મળેલી સફળતા મેળવી કે આરોપીને પકડવામાં પોલીસને મળેલી નિષ્ફળતા ગણવી તે બાબતે વિશ્લેષકો કશું જ નક્કી કરી શકતા નથી.