Saturday June 21, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫

  ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક નિવાસી યોજાઈ હતી. અહીંના અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાની અઘ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નેશનલ રોડ સેફ્ટી મંથ'ની ઉજવણીમાં વિવિધ આયોજનો અને જાગૃતિ કાર્યક્રમોની માહિતી મેળવીને સમિક્ષા કરવામાં આવી હતી.
   જિલ્લામાં માર્ગ સલામતીની સ્થિતિની સમિક્ષા કરીને અકસ્માતો નિવારવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં નાયબ કલેક્ટર રિદ્ધિ રાજ્યગુરૂ, પોલીસ પ્રતિનિધિ તેમજ સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top