સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ વિજેતા
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં ખેલ મહાકુંભનું તાલુકા કક્ષાએ આયોજન થયું હતું. જે ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી માધ્યમ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. ચેસ રમતમાં U- 11 માં મોદી રાઘવે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. U- 14 માં પંચમતિયા દર્શનએ બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. U- 14માં મોદી ભાગ્યશ્રીએ ચતુર્થ નંબર પ્રાપ્ત કર્યો હતો. આ બધા ખેલાડીઓ જિલ્લા કક્ષાએ ચેસ રમવા જશે.
જિલ્લા કક્ષાએ મોદી રાઘવએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. શાળાના ફાધર બેની જોસેફ અને વ્યાયામ શિક્ષક કે.આર. પરમારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.
(ફોટો:- કુંજન રાડિયા)

