
જુના રતનપર
પોતાના કબ્જામાં કોઈ ચોક્કસ કારણ વગર અને પાસ પરમિટ વગર જાહેરમાં છરી રાખવી તે ગુજરાત પોલીસ એકટ 135 મુજબ ગુનો છે. ઘણાને આ વાતની ખબર જ નથી પરિણામે લોકો ખબર વગર અથવા તો ગુનો કરવાના ઇરાદા સાથે છરી રાખતા હોય છે. ભાવનગર તાલુકાના જુના રતનપર ગામનો બુધા મકા જસમુરીયા (ઉ.વ. 52) નામનો એક શખ્સ ઘોઘા બસ સ્ટેન્ડ પાસે ઘોઘા પોલીસના હાથે એક સ્ટીલની છરી સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.