ખંભાળિયાની શૈક્ષણિક સંસ્થાનું ગૌરવ: પૂર્વ વિદ્યાર્થી બન્યા મેડિકલ કોલેજના પ્રોફેસર

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫

       ખંભાળિયાની દાયકાઓ જૂની અને જાણીતી શૈક્ષણિક સેવા સંસ્થા શ્રી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના આચાર્ય બી.પી. સોનગરાના પુત્ર અને આ જ શાળાના પૂર્વ વિદ્યાર્થી એવા ડો. નિતીન સોનગરાએ તાજેતરમાં લેવામાં આવેલી જી.પી.એસ.સી.ની ક્લાસ વનની પરીક્ષા નોંધપાત્ર માર્કસ સાથે ઉતીર્ણ કરી અને સરકારી મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની નિમણૂક મેળવી છે. 

          અત્રે ઉલ્લેખનીય છે કે આ શૈક્ષણિક સંસ્થાના અગાઉ પણ પૂર્વ વિદ્યાર્થીઓ હાલ નોંધપાત્ર પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ડો. નીતિન સોનગરાની આ સિદ્ધિએ શાળા સંકુલ પરિવાર સાથે સતવારા જ્ઞાતિનું નામ રોશન કર્યું છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *