Saturday June 21, 2025

ભાવનગરમાં હીટ એન્ડ રન: માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રક મહિલાનું મોત

અજય શેઠ, ભાવનગર
આજે સવારે 8:30 આસપાસ બેફામ ટ્રક ચાલકે ચિત્રા પાસેના માર્કેટિંગ યાર્ડ ની બરાબર સામે પોતાની સાઇડમાં જઈ રહેલ એકટીવા ચાલક ધર્મેન્દ્ર ભીમજીભાઇ મોજીદ્વા ને પાછળના ભાગેથી હડફેટે લેતા પાછળ બેઠેલા તેમના પત્ની પ્રફુલાબેન ધર્મેન્દ્રભાઈ મોજીદરા ઉંમર વર્ષ 54 નું પાછલા વિલમાં આવી જતા ઘટના સ્થળે અવસાન થયેલ છે તેમને અને તેમના પતિ બંનેને ઈજાઓ થતા 108 દ્વારા તાત્કાલિક સર ટી હોસ્પિટલ લાવવામાં આવેલ જ્યાં ડોક્ટરે પ્રફુલાબેન ને મૃત જાહેર કરેલ છે.


ભાવનગર શહેરમાં રીક્ષા ટ્રક અને ટેમ્પા ચાલકો બેફામ વાહનો ચલાવી રહ્યા છે જેમાં અનેક નિર્દોષ નગરીકોનો ભોગ લેવાઈ રહ્યો છે જે અત્યંત દુઃખદ છે
ટ્રક ચાલક ટ્રક મૂકીને ભાગી ગયેલ છે, તેવું જાણવા મળેલ છે.
આરટીઓ અને પોલીસ ખાતાની રીક્ષાઓ ટ્રક અને ટેમ્પાચાલકો સાથેની સાંઠગાંઠ ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા નું કોઈ નિયંત્રણ નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top