ખંભાળિયાની શાળામાં આગ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫

      ખંભાળિયામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત આજરોજ અહીંના ધરમપુર વિસ્તારમાં આવેલી ધોરીવાવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અહીંના ફાયર વિભાગના સ્ટાફ દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. જેમાં બેઝિક ફાયર અને રેસ્ક્યુ સાધનો અંગેની ટ્રેનિંગ તેમજ આગ લાગે તો શું પગલાં લેવા અને શું ન લેવા તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. 

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *