

ભાવનગર
તારીખ ૨૯ જાન્યુઆરી ૨૦૨૫ અને બુધવારના રોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની વડવા- બ વોર્ડની ચૂંટણી અન્વયે અગત્યની બેઠક મળેલ, જેમાં શહેર અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, મેયર શ્રી ભરતભાઇ બારડ, ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી વનરાજસિંહ ગોહિલ તેમજ બાડાના પૂર્વ ચેરમેન અને પૂર્વ શહેર અધ્યક્ષ અને વરિષ્ટ આગેવાન શ્રી અમોહભાઈ શાહ સહિતના વક્તાઓએ લોકસંપર્ક, યુવા અને મહિલા મોરચા સહિત વિવિધ મોરચાના કાર્યક્રમો, લાભાર્થી સંપર્ક, મહાનુભાવોના પ્રવાસો અંગેના આયોજનો જેવી ચૂંટણીલક્ષી બાબતો અંગે માર્ગદર્શન આપ્યુ હતું. આ બેઠકમાં મહામંત્રીશ્રીઓ અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા અને પાર્થભાઈ ગોંડલીયા સહિત શહેર સંગઠન તેમજ શ્રી યોગેશભાઈ બદાણી, શ્રી ચીમનભાઈ યાદવ, શ્રી મહેશભાઈ રાવળ, શ્રી ડી.બી ચુડાસમા, શ્રી રાજુભાઇ બાંભણીયા જેવા પૂર્વ હોદ્દેદારો તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો, વરિષ્ઠ આગેવાનો, વોર્ડ સંગઠન, શિક્ષણ સમિતિ અને નાગરિક બેન્કના હોદ્દેદારો, તમામ સેલ-મોરચાના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠક દરમ્યાન કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના નવનિયુક્ત ઇસી મેમ્બરોનું સન્માન કરવામાં આવેલ, તેમજ તાજેતરમાં અવસાન પામનાર નગરસેવીકા સ્વ. ભાવનાબેન દવે તેમજ મહાકુંભ કરુણાંતિકાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા બે મિનિટનું મૌન પાળવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી શ્રી પાર્થભાઈ ગોંડલીયાએ જ્યારે આભારવિધિ ઉપાધ્યક્ષ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલે કરી હતી.



