
હરેશ જોષી, પાલિતાણા
પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ મુકામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બહેનોએ મહુવા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા સાત મેડલ મેળવ્યા છે જેમાં અંડર -૧૭ માં સોલંકી તન્વીબેન કવાડ રીંગ ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટર બંનેમાં પ્રથમ નંબર મેળવેલ છે અને રાઠોડ પાયલબેન ક્વાડ રીંગ ૧૦૦૦ મીટર અને ૫૦૦ મીટર બંનેમાં બીજો નંબર પ્રાપ્ત કરેલ જ્યારે બારૈયા ભૂમીબેંન ઓપન વિભાગમાં ક્વાડ રીંગ ૧૦૦૦ મીટરમાં પ્રથમ અને ૫૦૦ મીટરમાં ત્રીજો નંબર તેમજ સુમાબેન ચોપડા એ ઓપન વિભાગની કવાડ રીંગ ૧૦૦૦ મીટરમાં પ્રથમ નંબર મેળવી શાનદાર પ્રદર્શન કરેલ છે.
પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર ખેલાડી બહેનો આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ રમવા માટે જશે આ દીકરીઓના કોચ વિમળાબેન મારું તથા આચાર્ય ચેતનાબેન બારૈયા એ મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.
