ભાવનગર
ઉત્તર પશ્ચિમ રેલવેના બીકાનેર મંડળના મોલીસર અને ચૂરૂ સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલતી ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન મે મહિનામાં રદ (Cancel) રહેશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો (Cancelled Trains)
ટ્રેન નંબર 19271 ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ 08, 12, 15, 19, 22 અને 26 મે, 2025 ના રોજ રદ (Cancel) રહેશે.
ટ્રેન નંબર 19272 હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ 10, 14, 17, 21, 24 અને 28 મે, 2025 ના રોજ રદ (Cancel) રહેશે.