Headlines

રેડક્રોસ સોસાયટી ભાવનગર અને જિલ્લા અંધત્વ નિમંત્રણ સોસાયટી દ્વારા ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયા ની ઉજવણી કરવા માં આવશે

25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમ્યાન થશેઉજવણી

સુમિત ઠક્કર, ભાવનગર

ચક્ષુદાન, દેહદાન અને અંગદાન ની જાગૃતિ માટે અલગ અલગ 50 થી વધારે કાર્યક્રમો નું આયોજન કરવા માં આવશે
સમગ્ર વિશ્વ માં 25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમ્યાન ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયું ઉજવવા માં આવે છે જેના ભાગરૂપે રેડક્રોસ દ્વારા ચક્ષુદાન, દેહદાન અને અંગદાન જાગૃતિ માટે ના શહેર જિલ્લા માં 50 થી વધુ કાર્યક્રમો નું આયોજન કરવા માં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી સાથે સંકલન કરી ને વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો નું આયોજન ચક્ષુદાન ના પ્રચાર અને પ્રસાર માટે કરવા માં આવશે.
ભાવનગર રેડક્રોસ દ્વારા રાજ્યભર માં ચક્ષુદાન અને દેહદાન માટે જાગૃતિ લાવી ને રાજ્ય ના વિવિધ જિલ્લા માં જરૂરિયાત પ્રમાણે દેહદાન મોકલી આપવા માં આવે છે, સાથે દેશ માં હાલ માં અંગ પ્રત્યારોપણ માટે ખૂબ જ આગવી ટેકનોલોજી થી કાર્ય થઈ રહ્યું છે ત્યારે વ્યક્તિ ના બ્રેનડેડ થાય તે સમયે અંગદાન કરી ને માનવ જિંદગી ઓ ને બચાવવા માટે નું એક અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે.
રેડક્રોસ ભાવનગર અને સરકાર ના જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી દ્વારા 25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર સુધી ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયું ઉજવાશે.
રેડક્રોસ ભાવનગર દ્વારા ચક્ષુદાન, દેહદાન, અંગદાન જાગૃતિ ઉત્સવ ની ઉજવણી કરવા માં આવશે જેમાં કુલ 50 થી વધુ જનજાગૃતિ કાર્યક્રમો નું આયોજન કરવા માં આવેલ છે.જેમાં જાહેર સ્થળો પર સંકલ્પપત્રો ભરવા માં આવશે, ચક્ષુદાન દેહદાન અંગદાન ના માહિતી સભર પ્રદર્શનો, વ્યાખ્યાનો, રેલી, પત્રિકા વિતરણ, પ્રત્યારોપણ કરાયેલ વ્યક્તિઓ દ્વારા અપીલ , ચિત્ર સ્પર્ધા, સુલેખન સ્પર્ધા, પોસ્ટર પ્રદર્શન, રક્તદાન શિબિર, ગણેશ ઉત્સવ ના તહેવારો માં પ્રચાર સહિત ના આયોજન કરવા માં આવશે સાથે ભાવનગર ની વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આ કાર્ય માં જોડાશે.
રેડક્રોસ ભાવનગર ખાતે 24 કલાક દરમ્યાન ચક્ષુદાન, દેહદાન, અંગદાન અને રક્તદાન ની સેવાઓ આપવા માં આવે છે.રેડક્રોસ ભાવનગર માં અત્યાર સુધી માં 1068 ઉપરાંત દેહદાન અને
10632 ચક્ષુઓ એટલે 5316 વક્તિઓ દ્વારા ચક્ષુદાન સ્વીકારવા માં આવેલ છે સાથે અંગદાન જાગૃતિ માટે ના સક્રિય પ્રયત્નો હાથ ધરવા માં આવ્યા છે. જાહેર જનતા ને આ અંગે ના કોઈ નાના મોટા કાર્યક્રમ નું આયોજન કરવા માટે અને સંકલ્પપત્રો ભરવા માટે રેડક્રોસ સોસાયટી, દીવાનપરા રોડ,ભાવનગર ફોન. 2424761, 2430700 અને મો.9429406202 નો સંપર્ક કરવા અનુરોધ કરવા માં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *