Headlines

અભી મોસમ બડા બેઈમાન હૈ : 30 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ખેડવા નહીં જવા દેવાય: પછી પણ નક્કી નહીં

ભાવનગર
ભાવનગર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવનો હોય માછીમારી બોટસને ટોકન ઇસ્યુ ન કરવા તથા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
મોસમ વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદની સુચના અનુસાર તા,૨૭/૧૦/૨૦૨૪ થી તા.૩૦/૧૦/૨૦૨૪ સુધી ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવનો હોય દરિયામાં માછીમારી માટે ગયેલ તમામ બોટસને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવી તેવી તેમજ આગામી સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા તથા માછીમારી બોટસને ટોકન ઇસ્યુ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ બાબતે તાત્કાલિક ચુસ્તપણે ઘટતી કાર્યવાહી કરવાની જણાવવામાં આવેલ છે. માછીમારોના જાન-માલને નુકશાન ન થાય તે માટે તાત્કાલિક જરૂરી સાવચેતીના તમામ પગલાં લેવા દરેક જિલ્લા અધિકારીઓને ચુસ્ત અમલવારી અર્થે સૂચના આપવામાં આવેલ છે.
નાયબ મત્સ્યોધોગ નિયામક (સહકાર) ગાંધીનગર તરફથી આ સૂચના વેરાવળ, પોરબંદર, જાફરાબાદ, જામનગર, વલસાડ, નવસારી, સુરત, ભાવનગર, રાજકોટ, કચ્છ (ભુજ)ના મદદનીશ મત્સ્યોધોગ નિયામક તથા માંગરોળ, ઓખા, ભરૂચ, મોરબીના મત્સ્યોધોગ અધિક્ષકોને આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *