દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માવઠાનો કહેર અવિરત: ભાણવડમાં દોઢ, ખંભાળિયામાં સવા ઈંચ વરસાદ
– ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૦૧-૧૧-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસ થયા કુદરત જાણે રૂઠી હોય તેમ માવઠાની પરિસ્થિતિ વચ્ચે ગતરાત્રે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા ખાસ કરીને ધરતીપુત્રો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. ગઈકાલે રાત્રે ભાણવડ તાલુકામાં દોઢ અને ખંભાળિયા તાલુકામાં સવા ઈંચ…
