સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ: આવેદન અપાયું
જામ ખંભાળિયા, તા. ૦૨-૧૧-૨૦૨૫ રાજ્યમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા આસામીઓની વિવિધ માંગણીઓને અનુલક્ષીને શનિવારથી સમગ્ર રાજ્યમાં હડતાલ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ સસ્તા અનાજના દુકાનદારો જોડાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ઉપરાંત ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર મળી તમામ ચાર તાલુકાઓમાં…
