– ખંભાળિયામાં ટાઉનહોલ અને દ્વારકામાં સનાતન આશ્રમ ખાતે કરી શકાશે રક્તદાન – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થેલેસેમિયા સહિતના રક્તની જરૂરિયાતવાળા લોકોને સહાયભૂત થવાના ઉમદા આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મહારક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલમાં રક્તનો પુરવઠો જળવાઈ […]
Category: BHANVAD
દ્વારકા નજીક કારની ઠોકરે બાઈક ચાલકનું મૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૫ દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર વરવાળા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી જી.જે. 37 એચ. 9077 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા ધનાભાઈ નાયાભાઈ રાઠોડના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી અર્ટિગા કાર નંબર જીજે 23 સી.સી. 6398 ના ચાલકે ધનાભાઈના મોટરસાયકલને પાછળથી ધડાકાભેર ટક્કર […]
ઓખા મંડળમાં બે સ્થળોએથી ઝડપાયેલા નશાકારક પીણા પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝબ્બે
– રૂપિયા અઢી લાખનો મુદ્દામાલ કબજે – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ ઓખા મંડળમાંથી સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં જુદા જુદા બે સ્થળોએથી નશાકારક અને શારીરિક રીતે નુકસાનકર્તા આલ્કોહોલ મિશ્રિત પીણાના પાઉચ, બોટલો સાથે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી. દ્વારકા પંથકમાં ભારે ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગતમાં […]
ખંભાળિયા: મોવાણના વૃદ્ધને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા છગનભાઈ પ્રેમજીભાઈ અસવાર નામના 60 વર્ષના બ્રાહ્મણ વૃદ્ધને તેમના ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર શ્યામ છગનભાઈ અસવાર (ઉ.વ. 23) એ […]
ભાણવડ નજીક કપાસ મિલમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ
– ફાયર ફાયટર સ્ટાફની નોંધપાત્ર જહેમત – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ ભાણવડ વિસ્તારમાં આવેલી એક કપાસ મિલમાં ગઈકાલે એકાએક આગ ભભૂકી ઉઠતા થોડો સમય નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવની ફાયર સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ભાણવડ નજીક આવેલા ત્રણ પાટીયા પાસે સ્થિત મુરલીધર […]
કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તારીખ 8 એપ્રિલ સુધીમાં હળવા વરસાદની સંભાવના છે. ત્યારે આ કમોસમી વરસાદને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પાકના રક્ષણ માટે નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે […]
દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીની સંખ્યા 5 વર્ષમાં 33.16 લાખથી ઉછળીને 1.61 કરોડ થઈ
– જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 5 વર્ષમાં 73.64 MT થી વધીને 133.03 MT થયો – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2019-20માં 33.16 લાખ હતી, જે માત્ર 5 વર્ષમાં જબરદસ્ત ઉછાળા સાથે 2023-24ના અંતે 1.61 કરોડના આંકે પહોંચી […]
દેવભૂમિના પોલીસ અધિકારીએ મેળવી વધુ એક સિદ્ધિ: ખેલ મહાકુંભની લોન ટેનિસ સ્પર્ધામાં મેળવ્યો રજત ચંદ્રક
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી અને રમતવીર કેતન પારેખએ ગાંધીનગર ખાતે યોજાઈ ગયેલી ખેલ મહાકુંભ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવી, વધુ એક સિધ્ધિ હાંસલ કરી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગાંધીનગર સચિવાલય ખાતે ખેલ મહાકુંભ 3.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય […]
ખોટા દસ્તાવેજો ઉભા કરીને હાનિકર્તા નશાકારક પીણું બનાવવા સબબ ત્રણ સામે FIR : બેની ધરપકડ
– રૂ. 2.18 લાખનો મુદ્દામાલ કબ્જે – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫ ઓખા મંડળના ભીમરાણા વિસ્તારમાંથી ત્રણ શખ્સોએ મીલીભગત આચરીને ખોટા દસ્તાવેજ ઉભા કરાવી, લાયસન્સ વગર સ્વાસ્થ્યને હાનિકારક એવું નશાકારક પીણું ઉત્પાદિત કરીને તેનું વેચાણ કરતા પોલીસે દબોચી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે વિવિધ પ્રકારનો રૂપિયા 2.18 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો છે. […]
ખોટા દસ્તાવેજો ઉભા કરી હાનિકર્તા નશાકારક પીણું બનાવવા સબબ 3 સામે FIR – રૂ. 2.18 લાખનો મુદ્દામાલ કબ્જે
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫ ઓખા મંડળના ભીમરાણા વિસ્તારમાંથી ત્રણ શખ્સોએ મીલીભગત આચરીને ખોટા દસ્તાવેજ ઉભા કરાવી, લાયસન્સ વગર સ્વાસ્થ્યને હાનિકારક એવું નશાકારક પીણું ઉત્પાદિત કરીને તેનું વેચાણ કરતા પોલીસે દબોચી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે વિવિધ પ્રકારનો રૂપિયા 2.18 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો છે. સાથે સાથે બે શખ્સોની અટકાયત પણ […]
