ખંભાળિયા: ખેલ મહાકુંભમાં દાંતા પ્રાથમિક શાળાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન
જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૫ ખંભાળિયા તાલુકાની તાજેતરમાં યોજાઇ ગયેલી ખેલ મહાકુંભ સ્પર્ધાઓમાં ખંભાળિયા તાલુકાની દાંતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. જેમાં યોગાસન અન્ડર – 14, સરસીયા ધ્રુમિક નારણભાઈએ પ્રથમ, ચેસ અન્ડર- 22 બહેનો માટેની સ્પર્ધામાં જાડેજા કાવ્યબા રાજવીરસિંહએ તાલુકામાં પ્રથમ, દ્વિતીય ક્રમે જાડેજા પ્રતીક્ષાબા રાજેન્દ્રસિંહ, તૃતીય ક્રમે માયાણી જયશ્રી સામરાભાઈ,…
