Headlines

કલ્યાણપુરમાં ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત: એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામ નજીક આજરોજ સવારે એક ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ એક બાઈક અડફેટે ચડી જતા એક વ્યક્તિને ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે.           આ અંગે જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર નજીક આવેલા બાંકોડી ગામના પાટીયા પાસેથી જઈ રહેલા…

Read More

રામનવમીના પવિત્ર પર્વે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ધર્મલાભ લેતા પરિમલ નથવાણી

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)     રામનવમીના પવિત્ર દિને અમદાવાદ નગરના નાથ ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર શ્રી પરિમલભાઈ નથવાણીએ દર્શનનો અનેરો લ્હાવો મેળવ્યો.         આ અંગે શ્રી પરિમલભાઈએ જણાવ્યું હતું કે મારી આસ્થાના કેન્દ્રસ્થાને રહેલા ભગવાન જગન્નાથની સાથે ભાઈ બલભદ્રજી તથા…

Read More

દેશના સૌથી ધનાટ્ય પરિવારના પુત્ર અનંત અંબાણીએ દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન કરી

– દ્વારકા નગરી તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષભેર વધામણાં – શારદાપીઠના નેતૃત્ત્વમાં તમામ જ્ઞાતિ-સમુદાયોએ અનંત અંબાણીને ભાવભેર વધાવ્યા જામ ખંભાળિયા, તા. ૦૬-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)        સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના સૌથી ધનાટ્ય પરિવાર મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અનંત અંબાણી દ્વારા તેમના નિવાસસ્થાન રિલાયન્સ ગ્રીન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની…

Read More

સલાયામાં ધામધૂમપૂર્વક ઉજવાયો શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના સલાયા ગામે પરમાર પરિવાર (વાણંદ સમાજ) દ્વારા સલાયા ખાતે ચૈત્રી નવરાત્રીના આઠમના પર્વે શનિવારે શ્રી લીમ્બચ માતાજીનો પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોરણીઓને જમાડવામાં આવી હતી. સાથે માતાજીના નૈવેદ્ય ધરી, માતાજીની પૂજા તથા સ્તુતિ કરાઈ હતી.        આ પ્રસંગે સલાયા શહેર…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ જામ ખંભાળિયા: ગુર્જર સુતાર સ્વ. ઘેલાભાઈ વશરામભાઈ દુધૈયાના ધર્મ પત્ની ગં.સ્વ. પ્રભાબેન (ઉ.વ. 88) તે પ્રકાશભાઈ, શરદભાઈ, અનિલભાઈ તેમજ જોસનાબેન શૈલેષકુમાર વઘાડિયા (રાજકોટ) અને ભારતીબેન ભરતકુમાર ભારદીયા (રાજકોટ)ના માતુશ્રી તેમજ વર્ષાબેન, ધારાબેન અને રિયાબેનના સાસુ તેમજ રૂમિત, હેમલ, રામ, શ્યામ, જ્યોતિબેન, મીરાબેન અને પૂજાબેનના દાદીમાં તથા સ્વ. લાલજીભાઈ મનજીભાઈ ગોરેચા (સોડસલા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા શનિવારે મહારક્તદાન કેમ્પનું આયોજન

– ખંભાળિયામાં ટાઉનહોલ અને દ્વારકામાં સનાતન આશ્રમ ખાતે કરી શકાશે રક્તદાન – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થેલેસેમિયા સહિતના રક્તની જરૂરિયાતવાળા લોકોને સહાયભૂત થવાના ઉમદા આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મહારક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.      દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલમાં રક્તનો પુરવઠો જળવાઈ…

Read More

દ્વારકા નજીક કારની ઠોકરે બાઈક ચાલકનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૫         દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર વરવાળા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી જી.જે. 37 એચ. 9077 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા ધનાભાઈ નાયાભાઈ રાઠોડના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી અર્ટિગા કાર નંબર જીજે 23 સી.સી. 6398 ના ચાલકે ધનાભાઈના મોટરસાયકલને પાછળથી ધડાકાભેર ટક્કર…

Read More

ઓખા મંડળમાં બે સ્થળોએથી ઝડપાયેલા નશાકારક પીણા પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝબ્બે

– રૂપિયા અઢી લાખનો મુદ્દામાલ કબજે – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫        ઓખા મંડળમાંથી સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં જુદા જુદા બે સ્થળોએથી નશાકારક અને શારીરિક રીતે નુકસાનકર્તા આલ્કોહોલ મિશ્રિત પીણાના પાઉચ, બોટલો સાથે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.        દ્વારકા પંથકમાં ભારે ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગતમાં…

Read More

ખંભાળિયા: મોવાણના વૃદ્ધને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫          ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા છગનભાઈ પ્રેમજીભાઈ અસવાર નામના 60 વર્ષના બ્રાહ્મણ વૃદ્ધને તેમના ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર શ્યામ છગનભાઈ અસવાર (ઉ.વ. 23) એ…

Read More

કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫         હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તારીખ 8 એપ્રિલ સુધીમાં હળવા વરસાદની સંભાવના છે. ત્યારે આ કમોસમી વરસાદને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પાકના રક્ષણ માટે નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.           કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે…

Read More