Headlines

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસામાં મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરતાં મોરારિબાપુ

મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) સંગમક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ મંડળ ખાલસામાં મુલાકાત લઈ મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં હતાં. અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસામાં શ્રી મોરારિબાપુએ મુલાકાત લઈ ભાવિકો માટેની ભંડારા તથા અન્ય વ્યવસ્થા અંગે જાણી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સંગમક્ષેત્ર…

Read More

વાહ, મહાકુંભમેળામાં ભીડ વચ્ચે પરમશાંતિ!

તસવીર કથા મહાકુંભમેળામાં ભીડ વચ્ચે પણ પરમ શાંતિ…! ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૧-૨૦૨૫ (તસવીર – મૂકેશ પંડિત) પ્રયાગરાજમાં મહાકુંભમેળા પર્વે હૈયે હૈયું દળાઈ રહ્યું છે. વિશ્વનાં સૌથી વિરાટ સનાતન પર્વમાં સંન્યાસી સાધુ અને ધર્માચાર્યો તો મુખ્ય છે, ભાવિક શ્રદ્ધાળુઓ કરોડોમાં ઉમટી રહ્યાં છે. સંગમ સ્નાનનો આનંદ તો છે જ પણ સામાન્ય યાત્રિકોને ભીડભાડ માં વ્યક્તિગત વ્યવસ્થા માટે…

Read More

તળાજાના કૂંઢેલી ગામે ઠાકર દુવારા ખાતે જ્યોત દર્શન સાથે પાટોત્સવ યોજાશે

વાર્ષિક પાટોત્સવની ઉજવણી સાથે સંતવાણી, મહા પ્રસાદ જેવા કાર્યક્રમોનું ભાવભેર આયોજન હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાના કૂંઢેલી ગામે આવેલા પુરાણ પ્રસિદ્ધ અને દેવાયત પંડિત તથા સતિ દેવલદે ના કરકમલો દ્વારા સ્થાપિત 500 વર્ષ પુરાણા ઠાકર દુવારાનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.પ્રતિવર્ષ મહા સુદ બીજના રોજ સમસ્ત માલધારી સમાજ તથા ગામ લોકો દ્વારા અહી પાટોત્સવ ભક્તિમય…

Read More

મંડેર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા 12 વર્ષની છાત્રા ઉપર ચાર વાર બળાત્કાર

પોતાના શિક્ષણ કાર્યના સમય દરમિયાન પોતાની જ શાળામાં પોતાની જ વિદ્યાર્થીની ઉપર શિક્ષક વિપુલ ગોહિલે અપકૃત્ય કર્યું હોવાની એફઆઇઆર પોરબંદરશિક્ષકોની ભરતી કરતી વખતે સરકાર તેના માર્ગ તો તપાસે છે પરંતુ ચરિત્ર તપાસતી નથી. વધુ એકવાર શિક્ષણ જગતને બદનામ કરતો એક કિસ્સો પોરબંદર તાલુકાના મંડેર ગામે બહાર આવ્યો છે જેમાં શાળાના શિક્ષકે પોતાના પ્રાથમિક શાળાના શિક્ષણ…

Read More

સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ભારત માતા પૂજન યોજાયું

ભાવનગર 76 માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી સાથે સાથે ભાવનગરના ક્રેસન્ટ ચોક, સરદાર સ્મૃતિ પાસે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા તથા પૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા તેમજ અનેક વરિષ્ઠ અગ્રણીઓ રાજકીય આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ તથા આર.એસ.એસ ના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સાથે ભારત માતા પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાની…

Read More

દ્વારકા નગરપાલિકામાં ઉમેદવારી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાઈ: સાત વોર્ડની 28 સીટ માટે 155 દાવેદારો

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫        દ્વારકા નગરપાલિકાની આગામી માસમાં યોજાનારી સામાન્ય ચૂંટણી અંગે ભાજપ દ્વારા પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના સાત વોર્ડમાં કુલ 28 સભ્યોની ચૂંટણી માટે 155 જેટલા દાવેદારોએ ભાજપ પાસે ટીકીટની માંગણી કરી છે.          નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરી…

Read More

સંત નગા લાખા ઠાકર જગ્યાના મહંત રામબાપુને મહામંડલેશ્વરની પદવી મળતા શહેર ભાજપ દ્વારા સન્માન- સ્વાગત કાર્યક્રમ

ભાવનગર સંત શિરોમણી નગા લાખા ઠાકર જગ્યાના મહંત અનંતવિભૂષિત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત તીર્થરાજ પ્રયાગ ખાતેના મહાકુંભમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવેલ. ૨૮-૦૧-૨૦૨૫ ના રોજ શ્રી રામબાપુના સ્વાગત- સન્માન અર્થે શહેરમાં શોભાયાત્રા રાખવામાં આવેલ. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સંગઠન દ્વારા શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી રામબાપુનું મંડપ સજાવીને, ધર્મગીતોનો…

Read More

રાજવી કવિ કલાપીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જયંતોર્મિ સાહિત્ય સંસ્થા અને કલાપી ફરસાણ વડોદરા દ્વારા કલાપી મહોત્સવની ભવ્ય ઉજવણી

વડોદરા, તા.૨૬વડોદરા શહેર સાંસ્કૃતિક નગરી તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે અને તેની સાબિતી રૂપે શહેરમાં રોજબરોજ કંઇક ને કંઇક સાહિત્ય, કલા અને સંગીતના કાર્યક્રમો યોજાતા રહેતા હોય છે. જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ સાહિત્ય ક્ષેત્રે ખૂબ નામના ધરાવતી સાહિત્ય સંસ્થા છે. અનેક કલાકસબીઓ, સાહિત્ય રત્નોના સન્માન સાથે ઘણાં સાહિત્યિક કાર્યક્રમો યોજ્યા છે. તેમાં મોરપીછ સમાન ગણી…

Read More

ટીમાણામાં ત્રણ ભાઈઓ ઉપર કૌટુંબિક કાકા અને ભાણેજનો છરી વડે હુમલો

જમીન બાબતે ચાલતા મતભેદની દાઝ રાખી કરાયેલા હુમલામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયો તળાજા તળાજા તાલુકાના ટીમાણા ગામમાં રહેતા યુવાન અને તેના ભાઈઓ પર જમીન બાબતે થયેલ મતભેદની દાજ રાખીને યુવાનના કૌટુંબિક કાકા અને તેના ભાણેજે છરી વડે હુમલો કરી જ્યાં પહોંચાડી હતી. આ બનાવ અંગે જાગ્રસ્ત યુવાને તળાજા પોલીસ…

Read More

તળાજાના રોયલ ગામ ખાતે પ્રાથમિક શિક્ષકોની તાલીમ સમ્પન્ન

ધો 1 અને 2 ની નવનિર્મિત અધ્યયન પુસ્તિકા વિશે માહિતી અપાઇ હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાની તાલુકા કક્ષાની અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1/2 તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.રોયલ પ્રાથમિક શાળા ખાતે તળાજા તાલુકાના ધોરણ 1 અને 2 માં અભ્યાસ કરાવતા તમામ શિક્ષક બહેનો ભાઈઓને ગુજરાતી અને ગણિત અધ્યયન સંપુટ કામગીરી અન્વયે નીપણ ભારત મિશન,NCERT અને…

Read More