Headlines

સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે: મોરારિબાપુ

તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે પ્રતિભાઓને અર્પણ થયાં ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન મહુવા, શનિવાર તા.૧૨-૪-૨૦૨૫( મૂકેશ પંડિત ) ચિત્રકુટધામ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન અર્પણ થયાં આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ ચિંતન ઉદ્બોધન કરતાં કહ્યું કે, સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. હનુમંત જન્મોત્સવ પ્રસંગે…

Read More

ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ: ડૉ.યશ તથા ડૉ. શિવાની હિન્ડોચા

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫         ખંભાળિયાની જૂની અને જાણીતી પેઢી ઠા. રણછોડદાસ કેશવજી હિંડોચા વારા સેવાભાવી એવા સ્વ. પ્રાણજીવનભાઈ હિંડોચાના નાનાભાઈ પ્રતાપભાઈ અને ભારતીબેનના પુત્ર યશ તેમજ તેમની પુત્રી શિવાનીએ તાજેતરમાં લેવાયેલ એમ.બી.બી.એસ. તથા બી.એચ.એમ.એસ.ની પરીક્ષા રાજસ્થાનની અમેરિકન મેડીકલ કોલેજમાંથી અને બરોડાની મહાલક્ષ્મી મહિલા કોલેજમાંથી પ્રથમ પ્રયાસે અને ખૂબ સારી ટકાવારી સાથે…

Read More

ખંભાળિયામાં આવતીકાલે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫          ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે દર મહિને યોજાતા કેમ્પ અંતર્ગત આગામી રવિવાર તા. 13 એપ્રિલના રોજ અત્રે જલારામ મંદિર ખાતે ડાયાબિટીસ અને બીપીની ચકાસણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.       યુ.કે. સ્થિત ઉર્મિલાબેન મુકુન્દરાય સામાણી પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પનો સવારે 9…

Read More

અમદાવાદમાં સ્વ. દીપકભાઈ પારલેવાળાની પુણ્યતિથિ નિમિત્તે પરિવાર દ્વારા સેવાકીય કાર્ય

વિપુલ હિરાણી, અમદાવાદ તા.૧૨સ્વ. દીપકભાઈ શાંતિલાલ પારલે વાળા ની ૧૫ મી પુણ્યતિથિ નિમિત્તે તેમના તેમના ધર્મપત્ની કુંદનબેન દીપકભાઈલાંગરેજા( પારલેવાળા )દ્વારા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ ના સગા સંબંધીઓને વિનામૂલ્યે ભોજન આપવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં કુંદનબેન દીપકભાઈ, પ્રશાંતભાઈ નટવરભાઈ , રીપલબેન પ્રશાંતભાઈ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કુંદનબેન દ્વારા અનેક સામાજિક કાર્યો થઈ…

Read More

ખંભાળિયા શહેર ભાજપના પ્રમુખ પૂર્વ પ્રમુખ અનિલભાઈ તન્નાની પૌત્રીનો આજે હેપી બર્થ ડે

જામ ખંભાળિયા તા. ૧૨-૦૪-૨૦૨૫ જન્મદિન શુભેચ્છા           ખંભાળિયાના અગ્રણી ઓઈલ મિલર તેમજ શહેર ભાજપના તત્કાલીન પ્રમુખ અનિલભાઈ તન્નાની પૌત્રી નવ્યાનો આજે પાંચમો હેપી બર્થ ડે છે.      તારીખ 12-04-2020 ના રોજ જન્મેલી ચિ. નવ્યા તેના પપ્પા પાર્થ તન્ના (બન્ના ભાઈ) અને મમ્મીની લાડલી ઢીંગલી છે. નવ્યાને તેના મોટા પપ્પા શ્યામભાઈ તેમજ…

Read More

ખંભાળિયાના આરાધના ધામમાં મહાવીર જન્મ કલ્યાણકના ભવ્ય કાર્યક્રમ

– આંગી દર્શન તથા સમૂહ નવકાર જપના આયોજનો સંપન્ન – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫        ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા સુવિખ્યાત યાત્રાધામ હાલાર તીર્થ આરાધના ધામ ખાતે ગઈકાલે ગુરુવારે મહાવીર જયંતિના પાવન પર્વે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.        પ.પુ. શ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબના દિવ્ય આશિષ તથા પ.પુ.આ….

Read More

સુરત બનશે ખૂબસુરત: હિરાણી પરિવારમાં શુભ લગ્નોત્સવ : ચિ. નેન્સી – ચિ. નિકુંજ

વિપુલ હિરાણી, સુરત સુરત કામરેજ ખાતે કુમકુમ રેસીડેન્સીમાં રહેતા શ્રી દીપકભાઈ વિઠ્ઠલભાઈ હિરાણી અને શ્રીમતી સોનલબેન ની લાડલી સુપુત્રી ચિ. નેન્સીના શુભ લગ્ન બોરવાવ નિવાસી હાલ સુરત શ્રી અશોકભાઈ રવજીભાઈ સાવલિયા તથા શ્રીમતી જશુબેનના સુપુત્ર ચિ. નિકુંજ સાથે તા.૧૮ શુક્રવારના રોજ સાંજે ધર્મનંદન પાર્ટી પ્લોટ ખાતેપરિવારજનો, સગા -સંબંધી અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવાશે. આ શુભ…

Read More

ભાવનગરમાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું “સુંદર” આયોજન

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ ભાવનગરમાં શ્રી નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે દર વર્ષની માફક આ વર્ષે પણ હનુમાનજી જન્મ મહોત્સવ નિમિત્તે શ્રી હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના સંગીતમય પાઠનું આયોજન તા. ૧૨.૪.૨૦ર૫ને શનિવારના રોજ સાંજે ૬ થી ૮ કલાક દરમ્યાન શ્રી જયંતભાઇ વનાણી (બુધાભાઈ પટેલ)ના નિવાસસ્થાને, પ્લોટ નં. ૨૬૮૬, માતૃઆશિષ, વળીયાનો ખાંચો, ફુલવાડી ચોક પાસે,…

Read More

ખંભાળિયાના પીઢ સેવાભાવી દાતા સદગૃહસ્થ મુળજીભાઈ પાબારીના જન્મદિવસ નિમિત્તે આજે વિવિધ સેવા કાર્યો

– 98 વર્ષના રઘુવંશી વડીલે કર્યા છે અનેકવિધ અનુદાન – જામ ખંભાળિયા, તા. ૧૧-૪-૨૦૨૫          ખંભાળિયાની જૂની પેઢીના પીઢ સેવાભાવી દાતા સદગૃહસ્થ મુળજીભાઈ વલ્લભદાસ પાબારી કે જેઓ સમાજ માટે કંઈક કરી છૂટવાની ઉમદા ભાવના ધરાવે છે, તેઓ અત્યાર સુધી ખૂબ મોટી રકમના અનુદાન આપી ચૂક્યા છે. આવા વડીલ મુળજીભાઈ પાબારી આજે 97…

Read More

દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું

– દ્વારકામાં 250 જેટલા કલાકારો દ્વારા કૃષ્ણ અને રુકમણીજીના જીવન પર આધારિત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત –  જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫        માધવપુર ઘેડના મેળા પાંચમાં દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજી વિવાહને સત્કારવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે ગુરુવારે દ્વારકામાં સર્કિટ હાઉસ પાછળના મેદાન…

Read More