Thursday August 07, 2025

ભાવનગરમાં શનિવારે યશવંતરાય નાટ્યગૃહ યોજાશે “બરસાત મેં તાક ધીનાં…..ધીન”…. શંકર-જયકીશનનાં સદાબહાર ગીતોનો કાર્યક્રમ

મૂકેશ પંડિત, ભાવનગર તા ૧૦-૫-૨૫ને શનિવારના રોજ ભાવેણાની લોકપ્રિય ક્લાસંસ્થા કલાપથ પ્રસ્તુત મહાન સંગીતકાર શંકર-જયકિશનના સદાબહાર ગીતોનો કાર્યક્રમબરસાતમે તાક ધીનાં… ધીન… યશવંતરાય નાટ્યગૃહમાં શંકર-જયકીશનના “ચાહકો”માટે રાત્રે ૮-૩૦( સાડા આઠ) વાગે નિઃશુલ્ક યોજાશે જેમાં ગૌરવ પુરસ્કૃત ભુપેન્દ્ર વસાવડા(રાજકોટ), ભાવેણાનુ ઘરેણુ એવા લોકપ્રિય કલાકાર પ્રીતમ શાહ ઉપરાંત વીરેન્દ્ર મેર , હસમુખ દુધરેજીયા(રાજકોટ), ડૉ એન પી કુહાડીયા, ડૉ […]

રોહિત શાહ : પોલિટિશિયનના હાથે સન્માન !?

મને સન્માન મળવું જોઈએ એવી કોઈ અપેક્ષા નથી એ સાચું, પણ સન્માન મળે એ મને ગમે છે, ખૂબ ગમે છે. જોકે મને કોઈ પોલિટિશિયનના હાથે સન્માન મળે એ બિલકુલ ગમતું નથી.મેં એવા ઘણા સમારોહ જોયા છે, જેમાં કોઈ પોલિટિશિયનના હાથે કોઈ વ્યક્તિનું સન્માન થવાનું હોય, ત્યારે પેલી સન્માનિત વ્યક્તિ કરતાં પેલા પોલિટિશિયનને વિશેષ મહત્ત્વ આપવામાં […]

પહેલી ધારની વાત @ નારન બારૈયા @ Peering : જહાં તેરી યે નજર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ…

પહેલી ધારની વાત – નારન બારૈયા સ્નૂપીંગ : જહાં તેરી યે નજર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ… સ્નૂપીંગ એ તપાસની એક રીત છે: પિઅરિંગની પ્રક્રિયા દરમિયાન ઉપર ઉપર બધું શાંત- શાંત માલુમ પડે, પણ સફળતા મળે તો અંતે કડાકા-ભડાકા થાય પોલીસમાં જેને ડી-સ્ટાફ કહેવામાં આવે છે તે સ્ટાફના ‘ધંધા’ પણ મોટાભાગે સ્નૂપિંગના જ હોય […]

અંતરની આંખે @ લાભુભાઈ સોનાણી > ટૂંકી વાર્તા > ઘોડાની માયાજાળ

લેખક: લાભુભાઈ સોનાણી “ઝગમગ”જનરલ સેક્રેટરીકે. કે. બ્લાઈન્ડ સ્કૂલ ભાવનગર ટૂંકી વાર્તાઘોડાની માયાજાળ એક રાજા હતો તે ખૂબ દયાળુ હતો. તેની પાસે એક સુંદર મજાનો ઘોડો હતો. રાજાને તેની વિના એક મિનીટ પણ ચાલતું ન હતુ. એક દિવસ ઘોડો ખૂબ માંદો પડી ગયો. રાજાનું બધું જ કામ અટકી ગયુ. રાજાએ દેશવિદેશના હકીમો બોલાવ્યા, કોઈની કારી ફાવી […]

FILMORIUM : NARAN BARAIYA : માત્ર અમીરો, ગરીબો કે રાજાઓનો જ નહીં, ફિલ્મકારોનો પણ બેલી – હરક્યુલિસ

ફિલ્મોરિયમ – નારન બારૈયા માત્ર અમીરો, ગરીબો કે રાજાઓનો નહીં, ફિલ્મકારોનો પણ બેલી – હરક્યુલિસ રોમન લોકો જેને જ્યુપીટર કહેતા હતા એ જ ગ્રીક લોકોના ગોડ ઝિયુસ છે. આ ગોડ ઝીયુસ અને મનુષ્ય લોકમાં જન્મેલી અલ્કિમી વચ્ચે કશુંક ન થવાનુ થઇ ગયા બાદ તેના પરિણામ રુપે પૃથ્વી પ્રગટ થયેલો પ્રચંડ શક્તિશાળી અને પરાક્રમી પુરુષ એટલે હરક્યુલિસ. ગોડ ઝિયુસ […]

સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે: મોરારિબાપુ

તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે પ્રતિભાઓને અર્પણ થયાં ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન મહુવા, શનિવાર તા.૧૨-૪-૨૦૨૫( મૂકેશ પંડિત ) ચિત્રકુટધામ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન અર્પણ થયાં આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ ચિંતન ઉદ્બોધન કરતાં કહ્યું કે, સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. હનુમંત જન્મોત્સવ પ્રસંગે […]

મોરારીબાપુ દ્વારા તલગાજરડા ખાતે હનુમંત સંગીત મહોત્સવ સાથે હનુમાન જયંતીની ઉજવણી થશે

ત્રિ દિવસીય આ કાર્યક્રમમાં હનુમાન જયંતીના દિવસે વિવિધ ક્ષેત્રના એવોર્ડ અર્પણ કરીને વંદના કરવામાં આવશે હરેશ જોશી, મહુવા પૂજ્ય મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શન સાથે સૌરાષ્ટ્રના મહુવા નજીકના તલગાજરડા ગામ ખાતેના ચિત્રકૂટ ધામ ખાતે હનુમાનજી મહારાજને વિશેષ રૂપે સંગીતાજલી અર્પણ કરીને 48માં હનુમંત જન્મોત્સવ- 2025 ની ઉજવણી કરવામાં આવશે.ત્રિદિવસીય આ કાર્યક્રમમાં તા.10 /11/12 એપ્રિલ, (ગુરુ,શુક્ર,શનિ) ના […]

જવાહર બક્ષીને પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક અર્પણ

હરેશ જોષી, ગાંધીનગર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રારંભ કરાયેલ અમૃત ગઝલ પારિતોષિક સર્વ પ્રથમ શ્રી જવાહર બક્ષીને ગુજરાતી ગઝલમાં અવિસ્મરણીય પ્રદાન તથા ગુજરાતી સાહિત્યની આજીવન સેવા બદલ વર્ષ ૨૦૨૪ માટે ગાંધીનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન દરમ્યાન ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને જાણીતા સાહિત્યકાર શ્રી રમેશ પોખરીયાલવે હસ્તે અપાયો હતો.ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી […]

ભાવનગરનું ગૌરવ:લોક ગાયક પિતા- પુત્રી રઘુવીર કુંચાલા અને વિશ્વા કુંચાલાનું કરાયું સન્માન

વિપુલ હિરાણી, ભાવનગર તા.૩ ગુજરાત વિધાનસભામાં વિશ્વ રંગભૂમિના દિવસે લોક ગાયક પિતા -ભાવનગરના રઘુવીર કુંચાલા અને વિશ્વા કુંચાલાનું સન્માન કરીને તેમની કલાને બિરદાવામાં આવી હતી. મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મંત્રી મુળુભાઈ બેરા અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના વરદ્ હસ્તે કલાકાર બાપ-દીકરીની કલાને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત કલા જગતના ઇતિહાસની […]

પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશ કાગની CGIF યુથ ફોરમના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ 

પદ્મશ્રી કવિ દુલાભાયા કાગના પ્રપૌત્ર ઈશ કાગની CGIF યુથ ફોરમના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ  વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ચારણ-ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (CGIF), જે ચારણ-ગઢવી સમુદાયની એકતા, કલ્યાણ અને પ્રગતિ માટે વૈશ્વિક સ્તરે કાર્યરત છે  . પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશભાઈ કાગને CGIF યુથ ફોરમ (CGIYA) ના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. […]

Back to Top