આજનું બાળસાહિત્ય કેટલું ટકશે ?: રોહિત શાહ
અત્યારે મારી ઉંમર લગભગ 70 વર્ષની છે. પચાસ-સાઠ વર્ષ અગાઉ મેં સાંભળેલી અને વાંચેલી અનેક વાર્તાઓ આજે પણ મને યાદ છે. એ વાર્તાઓમાં ઉપદેશ હતો, જ્ઞાન હતું, સાહસ અને પરાક્રમ ઉપરાંત છલોછલ તાજગી હતી. એ વાર્તાઓ આજે પણ મને તાજગીમાં તરબોળ કરે છે. પરિવારનાં આજનાં બાળકોને એવી વાર્તાઓ કહું છું ત્યારે એ રાજીરાજી થાય છે……
