ખંભાળિયા: શાળાના પૂર્વ આચાર્યએ પૂર્વ વિદ્યાર્થીઓને “સ્મૃતિકાષ્ટ”ની લાકડી વડે ફટકાર્યા…
– દાયકાઓ જૂની શૈક્ષણિક સંસ્થામાં યોજાયો અવિસ્મરણીય કાર્યક્રમ – – પીઢ બની ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીકાળની યાદો તાજા કરી – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫ ખંભાળિયા પંથકમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ હરોળનું નામ ધરાવતી શ્રી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ શાળામાં શનિવાર તેમજ રવિવારે બે દિવસીય પૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સારસ્વત સ્મૃતિ મિલન…
