સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જુનાગઢ રેન્જ પોલીસની લાલ આંખ: હજારો શખ્સો સામે અટકાયતી પગલાં અને લાખોનો દારૂ ઝડપાયો
ચૂંટણીને ભયમુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સઘન કામગીરી ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાને રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ વિભાગ સજ્જ બન્યો છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રેન્જના જિલ્લાઓમાં કડક સૂચનાઓ આપવામાં આવી…
