Friday August 08, 2025

દ્વારકાના રાંદલ ધામ ખાતે બીજી માર્ચે સમૂહ લોટાનો ભવ્ય ધર્મોત્સવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫          દ્વારકાના કકલાસ કુંડ નજીક આવેલા શ્રી રાંદલ ધામ ખાતે આગામી તા. બીજી માર્ચ ને રવિવારના રોજ રાંદલ માતાજીના સમૂહ લોટાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મોત્સવમાં અત્યાર સુધીમાં 90 જેટલા રાંદલ લોટા તેડવાના યજમાનોના નામ નોંધાઈ ચુકયા છે.            રાંદલ માતાજીના લોટા […]

દ્વારકામાં રઘુવંશી જ્ઞાતિ દ્વારા અદ્યતન સુવિધા સાથેની લોહાણા મહાજન વાડીનું થશે નિર્માણ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫          દ્વારકામાં રઘુવંશી જ્ઞાતિની જર્જરીત બની ગયેલી લોહાણા મહાજન વાડીના નવનિર્માણ માટેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. હાલમાં જુની વાડીને સંપુર્ણ પણે તોડી પાડવામાં આવી છે. નવી મહાજન વાડીમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ, ગ્રાઉન્ડ ફલોર, ફર્સ્ટ ફલોર તથા સેકન્ડ ફલોર સહિતની અદ્યતન સુવિધાસભર સવલતો જ્ઞાતિજનોને ઉપલબ્ધ થશે.   […]

ભીમરાણા ઓવરબ્રિજ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫       દ્વારકા તાલુકાના મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામે રહેતા ઈરફાનભાઈ મુસાભાઈ વારાણી નામના 32 વર્ષના મુસ્લિમ મીર યુવાન મંગળવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે તેમના જી.જે. 37 વી. 9092 નંબરના ટ્રકને લઈને જઈ રહ્યા હતા. ત્યારે ભીમરાણા ગામના ઓવરબ્રિજ પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી […]

અવસાન નોંધ: ખંભાળિયાના જાણીતા રૂપમ સ્ટુડિયોવાળા ભગવતપ્રસાદ વ્યાસના ધર્મપત્નીનું અવસાન 

જામ ખંભાળિયા: ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ ભગવતપ્રસાદ ગીરજાશંકર વ્યાસના ધર્મપત્ની ગં.સ્વ. ભારતીબેન (ઉ.વ. 73) તે સ્વ. પરેશભાઈ તેમજ નીતાબેન દિનેશકુમાર ગોહેલ અને નેહલબેન રાજનકુમાર ત્રિવેદી (ન્યુઝીલેન્ડ)ના માતુશ્રી તેમજ જીત પરેશભાઈ વ્યાસ (અમદાવાદ)ના દાદીમાં તા. 12- 02-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 13- 02- 2025 ના રોજ સાંજે 4:30 થી 5 […]

ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: બે ની શોધખોળ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫       ખંભાળિયા પંથકમાં દારૂ, જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા સંદર્ભે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં મંગળવારે ખંભાળિયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા શહેરના પાંચ હાટડી ચોકમાં […]

મીઠાપુર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત: એકનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫        ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામના પુલ પાસે ગતરાત્રિના સમયે બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં જઈ રહેલા એક યુવાનનું લોહી લોહાણ હાલતમાં ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે […]

ખંભાળિયા પંથકમાં સગીરાની છેડતી તેમજ પરિવારજનો પર હુમલા પ્રકરણના ચાર આરોપીઓ ઝબ્બે

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫       ખંભાળિયાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીને પજવણી કરી, છેડતી કરવા તેમજ સમજાવવા જતા તેમના પરિવારજનો પર ચાર શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રકરણમાં પોલીસને તાકીદની કાર્યવાહી કરી, તમામ આરોપીઓને ઝડપી લીધા હતા.          આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકામાં રહેતી […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હેલ્મેટ વગર નીકળેલા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ દંડાયા

– 47 કેસમાં રૂપિયા 23,500 નો દંડ વસુલાયો – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫      દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓ, જિલ્લા પોલીસ ભવન તથા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા દ્વારા કચેરીઓ ખાતે હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓને સ્થળ દંડ આપવા અંગેની ડ્રાઇવ આજરોજ યોજવામાં આવી હતી.           દેવભૂમિ […]

અંબાણી પરિવારની ચાર પેઢીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)        મુકેશ અંબાણીએ મંગળવારે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.      મુકેશભાઈ અંબાણીએ તેમના માતા કોકિલાબેન, પુત્રો આકાશ અને અનંત, પુત્રવધુઓ શ્લોકા અને રાધિકા, પૌત્ર-પૌત્રીઓ પૃથ્વી અને વેદા, તથા બહેનો દીપ્તિ સલગાંવકર અને નીના કોઠારી […]

Back to Top