Headlines

ખંભાળિયાના અગ્રણી ખેતિયા પરિવાર દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન સુપેરે સંપન્ન


ખંભાળિયાના અગ્રણી ખેતિયા પરિવાર દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન સુપેરે સંપન્ન

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬

     ખંભાળિયામાં બ્રહ્મ સમાજના અગ્રણી તેમજ ભાજપના સંનિષ્ઠ કાર્યકર કિરીટભાઈ ખેતિયા તથા નવનિયુક્ત કાઉન્સિલર ઋષિરાજ ખેતિયાના ઘરે સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

       આ પ્રસંગે મહાઆરતીના શુભ અવસરે ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, અહીંના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લાના પ્રભારી પ્રદીપભાઈ શર્મા, પ્રદેશ ભાજપના આગેવાન સુરેશભાઈ વસરા, જિલ્લા ભાજપ મહામંત્રી પરબતભાઈ ભાદરકા, યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, ગોવિંદભાઈ કનારા, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, પાલિકાના કારોબારી ચેરમેન રાજ પાબારી, જિલ્લાના પૂર્વ મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા, ઇન્દ્રજીતસિંહ પરમાર, સહિતના આગેવાનો આ ધર્મમય આયોજનના સહભાગી થયા હતા અને આસ્થા વ્યક્ત કરી, આયોજકોને સન્માનિત કર્યા હતા.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *