જામ ખંભાળિયા, તા. ૧૫-૦૬-૨૦૨૬
ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામના વાડી વિસ્તારમાં આવેલા 60 ફૂટ ઊંડા એક કૂવામાં એક શ્વાન ખાબક્યો હોવાની જાણ સ્થાનિક ખેડૂતે જીવદયા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. જેથી સંસ્થાના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને જરૂરી રેસ્ક્યુ સાધનોની મદદથી કૂવામાં ફસાયેલા શ્વાનને સલામત રીતે બહાર કાઢ્યો હતો. લાંબા સમયથી કૂવામાં ફસાયેલા શ્વાનને બહાર કાઢી તેની તબિયતની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. શ્વાન સ્વસ્થ હોવાનું જણાતા તેને સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.
એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત નિસ્વાર્થ ભાવથી જીવદયા અને વન્યજીવ સંરક્ષણના કાર્યો કરવામાં આવી રહ્યા છે, જે કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ સરાહના મળી રહી છે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
