Headlines

​ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પેટ્રોલ અને ડીઝલની અછત



ધ ગ્રેટ વર્લ્ડ, રાજકોટ


​ગુજરાતના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ઈંધણ એટલે કે પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતા વાહનચાલકો અને ખાસ કરીને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આણંદ, ખેડા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા સહિતના વિસ્તારોમાં મોટાભાગના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ ઝૂલતા જોવા મળી રહ્યા છે. કંપનીઓ દ્વારા સપ્લાયમાં કરવામાં આવેલા ઘટાડા અને ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નોના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું પંપ માલિકો જણાવી રહ્યા છે. અત્યારે ખેતીની સીઝન શરૂ થવાની હોવાથી ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો માટે ડીઝલની સખત જરૂરિયાત છે, પરંતુ ઈંધણ ન મળતા ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. જે પંપો પર પેટ્રોલ-ડીઝલ ઉપલબ્ધ છે ત્યાં વાહનોની કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે, જેના લીધે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. કલેક્ટર અને પુરવઠા વિભાગ દ્વારા તેલ કંપનીઓ સાથે તાત્કાલિક બેઠક યોજીને ઈંધણનો જથ્થો વહેલી તકે પૂરતો પાડવા માટે આદેશો આપવામાં આવ્યા છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *