Headlines

ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં હિંસા, ત્રણના મોત



ધ ગ્રેટ વર્લ્ડ, કોલકાતા


પશ્ચિમ બંગાળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વિવિધ જિલ્લાઓમાં ફાટી નીકળેલી રાજકીય હિંસામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હોવાનું રાજ્ય પોલીસ દ્વારા ગુરુવારે પુષ્ટિ કરવામાં આવ્યું હતું. હિંસાની ઘટનાઓ બાદ રાજ્યના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મુર્શિદાબાદ, ઉત્તર 24 પરગણા અને હાવડા જિલ્લામાં રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે અથડામણ, આગજની અને તોડફોડની ઘટનાઓ સામે આવી હતી. પોલીસ કમિશનર મનોજ વર્માએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.
વિપક્ષી ભાજપે રાજ્ય સરકાર ઉપર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે વિરોધીઓને હિંસા ભડકાવવાનો જવાબદાર ગણાવ્યા છે.
રાજ્યપાલ સી.વી. આનંદ બોસે સમગ્ર પરિસ્થિતિ અંગે અહેવાલ માંગ્યો છે અને તમામ પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે. કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા ઉપર પણ મર્યાદિત નિયંત્રણ મુકાયું હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક વેપારીઓએ સુરક્ષા કારણોસર બજારો વહેલા બંધ રાખ્યા હતા. સામાન્ય નાગરિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર ચૂંટણી બાદ આવી હિંસા લોકશાહી માટે ચિંતાજનક સંકેત માનવામાં આવે છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *