Headlines

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અપીલ


જાહેર સ્થળે કચરો ફેંકનાર વાડી સંચાલકને રૂ. ૨૦૦૦ દંડ કરાયો

 ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
 
 પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવા સતત સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે તેમજ જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તા. ૧૧/૦૫/૨૦૨૬ના રોજ વોર્ડ નં. ૬ ખાતે કીર્તિ મંદિર સામે આવેલી પોરબંદર દશા શ્રીમાળી વાડી પ્રસંગ નિમિત્તે ભાડે આપવામાં આવી હતી. પ્રસંગ પૂર્ણ થયા બાદ વાડીના પાછળના ભાગે આવેલ કેદારેશ્વર મંદિર પાસેના ચોક વિસ્તારમાં, વાડીના બીજા ગેટ મારફતે બહોળા પ્રમાણમાં એઠવાડ સહિતનો કચરો ફેંકવામાં આવ્યો હતો. આ બાબતે આજુબાજુના વેપારીઓ દ્વારા મહાનગરપાલિકાને ફરિયાદ કરવામાં આવતા સેનિટેશન વિભાગની ટીમ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગંદકી ફેલાવવાની ઘટના સામે આવતા વાડી સંચાલક સામે કાર્યવાહી કરી રૂ. ૨૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને શહેરની સ્વચ્છતા જાળવવા સહકાર આપવા અપીલ કરવામાં આવી છે તેમજ જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને સ્વચ્છતા અંગે જવાબદારીપૂર્વક વર્તન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *