Headlines

બીમારીને મ્હાત આપી નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીએ મેળવી ઝળહળતી સફળતા



​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

કહેવાય છે કે મક્કમ મનોબળ હોય તો કપરી પરિસ્થિતિમાં પણ ધ્યેય સિદ્ધિ મેળવી શકાય છે. આવું જ ઉત્કૃષ્ટ ઉદાહરણ નવયુગ વિદ્યાલયના ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી મો. આકીફ રફીકભાઈ સાટીએ પૂરું પાડ્યું છે.
​સત્રના આરંભે જ ગંભીર બીમારીને કારણે આકીફનો લાંબો સમય સારવારમાં પસાર થયો હતો, જેના લીધે બોર્ડની જોગવાઈ મુજબ તેની હાજરી પણ અપૂરતી હતી. જોકે, શાળાના આચાર્ય અને શિક્ષકોએ હિંમત ન હારવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ટૂંકા સમયમાં સખત મહેનત કરીને આકીફે 700માંથી 629 ગુણ (89.85%) મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ તેજસ્વી સિદ્ધિ બદલ શાળા પરિવારે વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *