Headlines

ભાવનગરના હાથબ ગામના ભોળાભાઈ લાખાભાઈ ઢાપા કેફી પીણું પીધેલી હાલતમાં ઝબ્બે


​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર


ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન હાથબ ગામના એક ઈસમ નશાની હાલતમાં ઝડપાયા છે. ઘોઘા પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ઓઢાભાઈ ઉકાભાઈ મોભ અને અન્ય સ્ટાફ હાથબ ગામના બસ સ્ટેન્ડથી આગળ ટોડાના ઢાળ પાસે પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન સાંજે આશરે ૪:૦૦ વાગ્યે એક સિલ્વર કલરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ (નંબર જી.જે-૦૫-એફડી.૩૭૨૮) પર સવાર ચાલક સર્પાકારે અને અન્ય વાહનો સાથે અથડાઈ જાય તે રીતે બેજવાબદારપણે વાહન ચલાવી આવતો જણાયો હતો. પોલીસે તુરંત જ બાઈકને રોકીને તપાસ કરતા ચાલક કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનું માલૂમ પડ્યું હતું.
​પંચોની હાજરીમાં પૂછપરછ કરતા બાઈક ચાલકે પોતાનું નામ ભોળાભાઈ લાખાભાઈ ઢાપા (ઉંમર ૫૫, રહે. વડિયા વિસ્તાર, હાથબ ગામ, તા.જી. ભાવનગર) હોવાનું થોથરાતી જીભે જણાવ્યું હતું. બ્રેથએનેલાઈઝર મશીન વડે તપાસ કરતા તેમના શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું હતું અને તેઓ પોતાના શરીરનું સંતુલન પણ જાળવી શકતા નહોતા. તેમની પાસે નશો કરવા માટેનું કોઈ પાસ કે પરમિટ ન હોવાથી, પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૮૫ મુજબ ગુન્હો નોંધી સાંજે ૪:૪૫ વાગ્યે તેમની વિધિવત અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં સરકાર તરફે ફરિયાદી તેમજ તપાસ કરનાર અધિકારી તરીકે ઘોઘા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઓઢાભાઈ ઉકાભાઈ મોભે જ આગળની કાર્યવાહી સંભાળી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *