Headlines

લંગાળા ગામે રંઘોળી નદી પર 1.60 કરોડના ખર્ચે નવા આડબંધનું ભૂમિપૂજન સંપન્ન


ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર


​ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રંઘોળી નદી પર અંદાજિત 1 કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર નવા આડબંધનું ભૂમિપૂજન ધારાસભ્ય શંભુનાથજી બાપુ ટુંડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિકાસલક્ષી કાર્યના પ્રારંભ પ્રસંગે પેથાભાઈ આહીર, ઘનશ્યામભાઈ ખૂંટ, પ્રતાપ આહીર, રોહિતભાઈ બગદરીયા, અશોકભાઈ આહીર, રામભાઈ સાંગા, સિદ્ધરાજસિંહ ગોહીલ અને અધિકારી ગજ્જર સહિતના અગ્રણીઓ, ગ્રામજનો અને સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ આડબંધ તૈયાર થવાથી લંગાળા તેમજ ઝાંઝમેર ગામના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે અને ખેતીમાં મોટો ફાયદો થશે. આ ઉપરાંત વરસાદી પાણીનો સંગ્રહ થવાથી જમીનમાં પાણીના તળ ઊંચા આવશે, જે જળ સિંચન ક્ષેત્રે આ વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *