તા.8 મે વિશ્વ રેડક્રોસ દિવસ નિમિતે રેડક્રોસ ભાવનગર દ્વારા જનસેવા કાર્યક્રમો યોજાયા
રક્તદાન, રમત ગમત સ્પર્ધા, મેડિકલ કેમ્પ, માનવ સાંકળ, થેલેસીમિયા પરીક્ષણ,ધ્વજ વંદન, છાશ વિતરણ, સહિત ના કાર્યક્રમો યોજાયા
૮ મી મે વિશ્વ રેડ ક્રોસ ડે નિમિતે વિવિધ જન જાગૃતિ કાર્યક્રમ અને જનસેવા સાથે રેડક્રોસ ભાવનગર દ્વારા ઉજવણી કરવા માં આવી હતી.
માનવતામાં એકતા વિષય ને ધ્યાન માં રાખી ને અલગ અલગ કાર્યક્રમો યોજવા માં આવ્યા હતા. રેડક્રોસ ભવન, દિવાનપરા રોડ ભાવનગર ખાતે કાર્યક્રમો માં રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવા માં આવેલ જેમાં બહોળી સંખ્યા માં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવા માં આવ્યુ હતું. સાથે મેડિકલ ચેકઅપ અને ફિઝિયોથેરાપી કેમ્પ યોજવા માં આવેલ જેનો દર્દીઓ એ બહોળી સંખ્યા માં લાભ લીધો હતો.
રેડક્રોસ ભવન ખાતે રેડક્રોસ દિવસ નિમિત્તે ફ્લેગ હોસ્ટીંગ અને સમૂહ રાષ્ટ્રગાન નું આયોજન કરવા માં આવેલ જેમાં રેડક્રોસ ના હોદેદારો, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
8 મે એટલે વિશ્વ થેલેસેમિયા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે આ નિમિત્તે રેડ ક્રોસ ભાવનગર ખાતે થેલેસેમિયા પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તથા થેલેસેમિયા મેજર બાળકો માટે સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશનના સહકારથી ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું. રેડ ક્રોસ દિવસથી ઉજવણીના ભાગરૂપે ચક્ષુદાન, દેહદાન, અંગદાન ની જાગૃતિ માટે હેલ્થ કેર એટેન્ડન્ટ ના વિધાર્થીઓ દ્વારા માનવ સાંકળ નું આયોજન કરવા માં આવ્યું હતું. તથા NCC 6 બટાલિયન ના કેમ્પ દરમ્યાન પ્રાથમિક સારવાર વર્ગ નું આયોજન કરવા માં આવ્યું હતું, અલંગ ખાતે જનરલ ચેકઅપ કેમ્પ, ચામડી ના રોગો નો કેમ્પ અને પ્રાથમિક સારવાર શિબિર નું આયોજન પણ કરવા માં આવ્યું હતું. દિવસ દરમ્યાન જનસેવા ના કાર્ય થકી માનવતા ની સેવા ના વિવિધ કાર્યક્રમો યોજવા માં આવ્યા હતા જેમાં રેડક્રોસ સાથે જોડાયેલા સ્વંયસેવક, અને મેડિકલ પેરા મેડિકલ ટિમ દ્વારા પોતાની સેવાઓ આપી હતી.


