અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજનમાં શંકરભાઈ ચૌધરી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ: સેવાભાવી તબીબોને નવાજાયા
ગત તારીખ ૨૮/૦૩/૨૬ ના રોજ ગાંધીનગર ખાતે આવેલ ધ લીલા હોટેલના બેન્કવેટ હોલ ખાતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત “ગુજરાત હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ ૨૦૨૬” ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અરજણભાઈ કાનગડ, ભાજપ અગ્રણી ડૉ. કે.સી. પટેલ, કેડી હોસ્પિટલ અમદાવાદના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. આર.આર. દીક્ષિત અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને પથદર્શક દિલીપદાદા દેશમુખના નેતૃત્વમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમનું સફળ સંકલન ડૉ. ચિંતન ચૌધરી અને તેમની સમગ્ર ટીમ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તબીબી વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રે ગુજરાતના અલગ અલગ વિસ્તારોના સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા સેવાભાવી ડોક્ટરો, સામાજિક અને ઉત્કૃષ્ટ આરોગ્યલક્ષી કામગીરી કરતા સંગઠનો અને તબીબી વહીવટ સાથે જોડાયેલા મહાનુભાવોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જેમાં મેડિકલ રિસર્ચ માટે એક્સેલન્સ એવોર્ડ સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના ડીન ડૉ. ચિન્મય શાહને એનાયત થયો હતો. જ્યારે મેડિકલ સોશિયલ સર્વિસ અને સેવાકીય કાર્યો માટે લાઈફટાઈમ એક્સેલન્સ એવોર્ડ નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના પૂર્વ ડીન ડૉ. સી.બી. ત્રિપાઠીને આપવામાં આવ્યો હતો.
તદુપરાંત શ્રેષ્ઠ શિક્ષક અને માર્ગદર્શક તરીકે ડૉ. ગણેશ બારૈયાના શાળા શિક્ષક અને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપનારા ડૉ. દલપતભાઈ કાતરિયા તેમજ કોલેજ દરમિયાન મદદરૂપ થનાર ડૉ. યશભાઈ દવેને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ અવસરે નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન ભાવનગર યુનિટના ઉપાધ્યક્ષ ડૉ. યશભાઈ દવે, પીએસએમ વિભાગના શિક્ષક ડૉ. રાજન દેસાઈ, સચિવ ડૉ. અક્ષયગીરી ગોસ્વામી તેમજ સહસચિવ ડૉ. મનભાઈ શિહોરા પણ ઉપસ્થિત રહ્યા હતા. દિલીપદાદા દેશમુખ દ્વારા ડૉ. ગણેશ બારૈયાના સંઘર્ષને નવાજી તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું તે બદલ ટ્રસ્ટનો આભાર માનવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ ટ્રસ્ટની જનજાગૃતિ પ્રવૃત્તિને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલે ૧૦૦૦ અંગદાનનો રેકોર્ડ નોંધાવ્યો છે, જે સમગ્ર રાજ્ય માટે પ્રેરણાદાયી છે.
આ કાર્યક્રમમાં તબીબી વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રે ગુજરાતના અલગ અલગ વિસ્તારોના સરકારી અને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતા સેવાભાવી ડોક્ટરશ્રીઓ અને સામાજિક અને ઉત્કૃષ્ટ આરોગ્યલક્ષી કામગીરી કરતાં સંગઠનો અને તબીબી વહીવટી કામગીરી સાથે જોડાયેલા મહાનુભવીઓને અવોર્ડ આપવામાં આવ્યાં, જેમાં
મેડિકલ રિસર્ચ માટે એક્સેલન્સ એવોર્ડ સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના ડીન શ્રી ડૉ. ચિન્મય શાહ સાહેબને,
મેડિકલ સોશિયલ સર્વિસ અને સેવાકીય કામો માટે લાઇફટાઇમ એક્સેલન્સ એવોર્ડ NMOના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના પૂર્વ ડીનશ્રી ડો.સી.બી. ત્રિપાઠી સાહેબને મળ્યો.
તદુપરાંત જેમાં શ્રેષ્ઠ શિક્ષક અને માર્ગદર્શક તરીકે ડો. ગણેશ બારૈયાના શાળા શિક્ષક અને સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા સુધી લડત આપનારા ડો. દલપતભાઈ કાતરિયા સાહેબને અને કોલેજ કાર્યકાળ માં મદદરૂપ થનાર ડો.યશભાઈ દવે ને પણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.
આ અવોર્ડમા કેમ્પસ યુનિટ NMO ભાવનગરના ઉપાધ્યક્ષ ડૉ. યશભાઈ દવે, PSM વિભાગ મેડિકલ કોલેજ ભાવનગરના શિક્ષક ડૉ.રાજન દેસાઈ સાહેબ, NMO ભાવનગરના સચિવ, અને સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના જનરલ સેક્રેટરી ડૉ. અક્ષયગીરી ગોસ્વામી તેમજ NMO સહસચિવ ડૉ.મનભાઈ શિહોરા જોડાયા હતા.
શ્રી દિલીપદાદા દેશમુખ દ્વારા ડો. ગણેશ બારૈયાના સંઘર્ષને નવાજવામાં આવ્યા અને યોગ્ય પ્લેફોર્મ પૂરું પાડવામાં આવ્યું એ માટે તેઓનો અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર.
દિલીપદાદા અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી જનજાગૃતિ પ્રવૃતિ આજે સમગ્ર ગુજરાતમાં વેગવંતી બની છે અને રાજ્યની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદ આજે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે રહીને આટલી સારી અંગદાનની પ્રવૃતિ કરવામાં આવી રહી તેઓએ હાલમાં જ 1000 અંગદાન નો રેકોર્ડ કર્યો છે. તે આપણા તમામ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે.
