મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) સંગમક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ મંડળ ખાલસામાં મુલાકાત લઈ મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં હતાં. અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસામાં શ્રી મોરારિબાપુએ મુલાકાત લઈ ભાવિકો માટેની ભંડારા તથા અન્ય વ્યવસ્થા અંગે જાણી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સંગમક્ષેત્ર […]
Month: January 2025
વાહ, મહાકુંભમેળામાં ભીડ વચ્ચે પરમશાંતિ!
તસવીર કથા મહાકુંભમેળામાં ભીડ વચ્ચે પણ પરમ શાંતિ…! ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૧-૨૦૨૫ (તસવીર – મૂકેશ પંડિત) પ્રયાગરાજમાં મહાકુંભમેળા પર્વે હૈયે હૈયું દળાઈ રહ્યું છે. વિશ્વનાં સૌથી વિરાટ સનાતન પર્વમાં સંન્યાસી સાધુ અને ધર્માચાર્યો તો મુખ્ય છે, ભાવિક શ્રદ્ધાળુઓ કરોડોમાં ઉમટી રહ્યાં છે. સંગમ સ્નાનનો આનંદ તો છે જ પણ સામાન્ય યાત્રિકોને ભીડભાડ માં વ્યક્તિગત વ્યવસ્થા માટે […]
પ્રયાગરાજમાં કરોડો યાત્રિકોની સલામતી માટે ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા
ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૧-૨૦૨૫(મૂકેશ પંડિત દ્વારા) કરોડો યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રયાગરાજક્ષેત્રમાં સલામતી માટે ચુસ્ત નિયંત્રણ રખાયેલ છે. મહાકુંભમેળામાં દેશ અને દુનિયામાંથી આવતાં ભાવિક શ્રદ્ધાળુઓની સલામતી એક રીતે સ્થાનિક તંત્ર માટે પડકાર રૂપ છે. સાધુ સંતો અને અખાડા સાથે કરોડો ભાવિક યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા રાખવામાં આવી […]
તળાજાના કૂંઢેલી ગામે ઠાકર દુવારા ખાતે જ્યોત દર્શન સાથે પાટોત્સવ યોજાશે
વાર્ષિક પાટોત્સવની ઉજવણી સાથે સંતવાણી, મહા પ્રસાદ જેવા કાર્યક્રમોનું ભાવભેર આયોજન હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાના કૂંઢેલી ગામે આવેલા પુરાણ પ્રસિદ્ધ અને દેવાયત પંડિત તથા સતિ દેવલદે ના કરકમલો દ્વારા સ્થાપિત 500 વર્ષ પુરાણા ઠાકર દુવારાનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.પ્રતિવર્ષ મહા સુદ બીજના રોજ સમસ્ત માલધારી સમાજ તથા ગામ લોકો દ્વારા અહી પાટોત્સવ ભક્તિમય […]
મંડેર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા 12 વર્ષની છાત્રા ઉપર ચાર વાર બળાત્કાર
પોતાના શિક્ષણ કાર્યના સમય દરમિયાન પોતાની જ શાળામાં પોતાની જ વિદ્યાર્થીની ઉપર શિક્ષક વિપુલ ગોહિલે અપકૃત્ય કર્યું હોવાની એફઆઇઆર પોરબંદરશિક્ષકોની ભરતી કરતી વખતે સરકાર તેના માર્ગ તો તપાસે છે પરંતુ ચરિત્ર તપાસતી નથી. વધુ એકવાર શિક્ષણ જગતને બદનામ કરતો એક કિસ્સો પોરબંદર તાલુકાના મંડેર ગામે બહાર આવ્યો છે જેમાં શાળાના શિક્ષકે પોતાના પ્રાથમિક શાળાના શિક્ષણ […]
સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ભારત માતા પૂજન યોજાયું
ભાવનગર 76 માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી સાથે સાથે ભાવનગરના ક્રેસન્ટ ચોક, સરદાર સ્મૃતિ પાસે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા તથા પૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા તેમજ અનેક વરિષ્ઠ અગ્રણીઓ રાજકીય આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ તથા આર.એસ.એસ ના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સાથે ભારત માતા પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાની […]
દ્વારકા નગરપાલિકામાં ઉમેદવારી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાઈ: સાત વોર્ડની 28 સીટ માટે 155 દાવેદારો
જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫ દ્વારકા નગરપાલિકાની આગામી માસમાં યોજાનારી સામાન્ય ચૂંટણી અંગે ભાજપ દ્વારા પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના સાત વોર્ડમાં કુલ 28 સભ્યોની ચૂંટણી માટે 155 જેટલા દાવેદારોએ ભાજપ પાસે ટીકીટની માંગણી કરી છે. નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરી […]
અવસાન નોંધ: જામ ખંભાળિયા : ટાચકાણી
જામ ખંભાળિયા: સ્વ. ચંદુલાલ વીરજી ટાચકાણી (જોશી)ના પુત્ર ગૌરીશંકરભાઈ તે મહેન્દ્રભાઈ અને નિલેશભાઈ શાંતિલાલ ટાચકાણી (જોશી), ભાવનાબહેન લાલજીભાઈ ખીરા, ધીરજલાલ રેવાશંકર ટાચકાણીના મોટાભાઈ તા. ૨૮ ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું ગુરૂવાર તા. ૩૦ ના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી અત્રે સારસ્વત મહાસ્થાન (બ્રહ્મપૂરી), ખાતે રાખવામાં આવેલ છે.
શિવરાજપુર બિચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ
જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા શિવરાજપુર બિચની નિયમાનુસાર જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે. જેમાં શિવરાજપુર બિચ પર પાંચ કિલોમીટરની ત્રિજયામાં નિર્ધારિત વિસ્તાર પર પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા, કેમ્પેઇન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. […]
સંત નગા લાખા ઠાકર જગ્યાના મહંત રામબાપુને મહામંડલેશ્વરની પદવી મળતા શહેર ભાજપ દ્વારા સન્માન- સ્વાગત કાર્યક્રમ
ભાવનગર સંત શિરોમણી નગા લાખા ઠાકર જગ્યાના મહંત અનંતવિભૂષિત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત તીર્થરાજ પ્રયાગ ખાતેના મહાકુંભમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવેલ. ૨૮-૦૧-૨૦૨૫ ના રોજ શ્રી રામબાપુના સ્વાગત- સન્માન અર્થે શહેરમાં શોભાયાત્રા રાખવામાં આવેલ. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સંગઠન દ્વારા શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી રામબાપુનું મંડપ સજાવીને, ધર્મગીતોનો […]
