નવારતનપરમાં તંત્રની ઘોર બેદરકારી: સ્ટ્રીટ લાઈટ માટે થાંભલા નાખવાનું કામ ચાલુ હતું ત્યારે મોત બનીને ત્રાટક્યો વીજપોલ, જાનૈયાઓનો આબાદ બચાવ! : બાઈકનો કડૂસલો બોલી ગયો !
નવારતનપર, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે વિનાશ વેરતી કામગીરી સામે આવી રહી છે. ગ્રામ પંચાયત અને PGVCLના પાપે આજે એક મોટી જાનહાનિ થતા રહી ગઈ છે. સરકારી તંત્રની ‘લોલમલોલ’ નીતિને કારણે હજુ હમણાં જ નંખાયેલો વીજળીનો થાંભલો પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. જોકે સરપંચ…
