જામ ખંભાળિયા, તા. ૦૩-૧૧-૨૦૨૫
ખંભાળિયાના ખત્રીવાડ વિસ્તારમાં આવેલા પ્રાચીન અને પ્રખ્યાત શ્રી ફાફડેશ્વર મહાદેવના મંદિર ખાતે બુધવાર તા. 5 ના રોજ પૂનમના પવિત્ર દિને પાટોત્સવ દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 5 થી 9:30 વાગ્યા સુધી દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)
