
શહેર ભાજપ કાર્યાલય, સહિત પ્રત્યેક બુથ સ્તરે શ્રદ્ધેય બાજપાઈજીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
સુશાસન દિવસની પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેર ભાજપ કાર્યલય દિવડાઓથી ઝગમગી ઉઠ્યું
૨૫ ડિસેમ્બરની સાંજે બાજપાઈજીના જીવન કવન વિશે ગોષ્ઠી યોજાઇ
ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સેવા વસ્તીમાં નાસ્તા વિતરણ કરાયું
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
તારીખ ૨૫ ડીસેમ્બર એટલે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન એવા શ્રદ્ધેય અટલબિહારી બાજપાઈજીની જન્મ જયંતિ, જેને લોકો સુશાસન દિવસ તરીકે પણ ઉજવે છે. આ ૨૫ ડિસેમ્બરના રોજ બાજપાઈજીની ૧૦૧ મી જન્મજયંતી નિમિતે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહના માર્ગદર્શનમાં શહેર અને વોર્ડ સંગઠન દ્વારા શહેરના તમામ બુથ સ્તરે બાજપાઇજીની તસ્વીરને પુષ્પાંજલિ કરવામાં આવેલ. આ ઉપરાંત સુશાસન દિવસની પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેર ભાજપ કાર્યલય દિવડાઓથી ઝગમગી ઉઠ્યું હતું. કુમારભાઈના માર્ગદર્શનમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સેવા વસ્તીમાં નાસ્તાનું વિતરણ કરાયું હતું તેમજ પં. દિનયાળજી ભવન ખાતે બાજપાઈજીના જીવન કવન વિશે ગોષ્ઠી યોજવામાં આવી હતી જેમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાએ પોતાની આગવી શૈલીમાં બાજપાઈજીનું જીવન વૃતાંત વર્ણવ્યું હતું. શહેર અને વોર્ડ સંગઠન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ટ આગેવાનો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને બાજપાઈજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના જીવન વૃતાંત વિશે જાણકારી મેળવીને ધન્યતા અનુભવી હતી.
